બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પક્ષના વિરોધમાં જઈ ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી, ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ
Last Updated: 02:17 PM, 18 April 2026
Gujarat Politics : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છોટાઉદેપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પાણેજ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હેમરાજસિંહ મહારાઉલ સામે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પક્ષના નિયમો અને શિસ્તનો ભંગ કરવા બદલ તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
વિગતો મુજબ હેમરાજસિંહ મહારાઉલ ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે અને તેઓ બોડેલી તથા સંખેડા APMCના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમનું રાજકીય વલણ અને સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે. છતાં આ વખતે પક્ષ તરફથી ટિકિટ ન મળતા તેઓ અસંતોષ વ્યક્ત કરી અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સસ્પેન્ડ #ChhotaUdepur #GujaratPolitics #PoliticalAction #BJP #Election2026 #BreakingNews #PartyDiscipline #IndiaPolitics #LocalElections #NewsUpdate #VTVDigital pic.twitter.com/LKXB3hPYj3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2026
ADVERTISEMENT
આ પણ વાંચો : લોહી એક, પણ વિચારધારા અલગ-અલગ, તારાપુરની જનતા માટે આ ધર્મસંકટ જેવી સ્થિતિ
આ તરફ ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા તેમને મનાવવાના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ તેઓ પોતાના નિર્ણય પરથી પાછા ફર્યા નહોતા. પરિણામે જિલ્લા ભાજપ પ્રમુખ અને પક્ષની શિસ્ત સમિતિએ આ મામલે કડક વલણ અપનાવીને તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. આ નિર્ણય અનુસાર હેમરાજસિંહ મહારાઉલને પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.