બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોહી એક, પણ વિચારધારા અલગ-અલગ, તારાપુરની જનતા માટે આ ધર્મસંકટ જેવી સ્થિતિ

રાજનીતિ / લોહી એક, પણ વિચારધારા અલગ-અલગ, તારાપુરની જનતા માટે આ ધર્મસંકટ જેવી સ્થિતિ

Priykant Shrimali

Last Updated: 12:14 PM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tarapur Local Election : એક સમય હતો જ્યારે બંને ભાઈઓ સાથે મળીને જાહેર જીવનમાં કાર્ય કરતા હતા, પરંતુ હવે રાજકીય વિચારો અને પક્ષભેદને કારણે તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયા

Tarapur Local Election : હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પ્રક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તરફ આણંદના તારાપુરથી એક મોટી રાજકીય અપડેટ સામે આવી છે. વાસ્તવમાં “લોહી એક, રસ્તા અલગ” આ કહેવત હાલ તારાપુરની રાજનીતિમાં સાકાર થતી નજરે પડી રહી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં એક અનોખી અને ચર્ચાસ્પદ પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં એક જ પરિવારના બે સગા ભાઈઓ હવે રાજકીય મેદાનમાં સામસામે ઊભા છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં તારાપુરમાં વોર્ડ નંબર–6 માંથી એક તરફ પૂનમભાઈ માધાભાઈ પરમાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે જ્યારે બીજી તરફ તેમના જ ભાઈ ચંદુભાઈ માધાભાઈ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે પડકાર આપી રહ્યા છે. એક સમય હતો જ્યારે બંને ભાઈઓ સાથે મળીને જાહેર જીવનમાં કાર્ય કરતા હતા, પરંતુ હવે રાજકીય વિચારો અને પક્ષભેદને કારણે તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયા છે.

નોંધનીય છે કે, પૂનમભાઈ પરમાર જેમણે બે વખત ધારાસભ્ય તરીકે સેવા આપી છે, ફરી એકવાર કોંગ્રેસના બેનર હેઠળ પોતાનું રાજકીય સ્થાન મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ ચંદુભાઈ પરમાર જેમનો અમૂલ સાથેનો અનુભવ તેમને લોકપ્રિય બનાવે છે, ભાજપના પ્રતિનિધિ તરીકે મજબૂત પડકાર ઉભો કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં મોટા ગજાના બિલ્ડરના ભરોસે મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી હોમાઇ

આ મુકાબલો માત્ર બે ઉમેદવારો વચ્ચેનો નથી, પરંતુ તે સંબંધો અને રાજકારણ વચ્ચેની અથડામણનું પ્રતિબિંબ પણ છે. એક જ ઘરનાં બે સભ્યો અલગ-અલગ વિચારધારા સાથે ચૂંટણી લડી રહ્યા હોવાથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી હઈ છે. અહીં એક વાત એ પણ છે કે, નગરપાલિકાની આ પહેલી જ ચૂંટણીમાં આવી પરિસ્થિતિ ઊભી થતાં તારાપુરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે આ વખતે મતદારો શું પસંદ કરશે કુટુંબનો સંબંધ કે રાજકીય વિચારધારા?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

brother vs brother election Poonambhai Parmar vs Chandubhai Parmar Tarapur political clash
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ