બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મોટા ગજાના બિલ્ડરના ભરોસે મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી હોમાઇ
Last Updated: 11:46 AM, 18 April 2026
Ahmedabad Godrej Celeste Project Controversy : અમદાવાદના મેમનગર વિસ્તારમાં એક મોટો રિયલ એસ્ટેટ વિવાદ સામે આવ્યો છે, જેમાં મધ્યમ વર્ગના પરિવારોના સપનાઓ અધૂરા રહી ગયા છે. વાસ્તવમાં પ્રતિષ્ઠિત કંપની Godrej Propertiesના નામે શરૂ કરાયેલા “Godrej Celeste” પ્રોજેક્ટને લઈને રોકાણકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં 2022માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ ઘણા લોકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ બનવાનો હતો. 1100થી વધુ પરિવારોએ અહીં ઘર બુક કરાવ્યું અને સમયસર હપ્તા પણ ભર્યા. પરંતુ ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રોજેક્ટની સ્થિતિમાં ખાસ કોઈ પ્રગતિ જોવા મળી નથી. ઘણા રોકાણકારોનો આક્ષેપ છે કે હજુ સુધી સ્થળ પર મૂળભૂત બાંધકામ પણ શરૂ થયું નથી.
ADVERTISEMENT
રોકાણકારોના કહેવા મુજબ, કંપનીએ કુલ મળીને લગભગ 233 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, છતાં ઘર મળવાનું તો દૂર, યોગ્ય માહિતી પણ આપવામાં આવી નથી. વધુમાં 2025 સુધીમાં પઝેશન આપવાનો વાયદો પણ અધૂરો રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે પરિવારો આર્થિક અને માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે-એક તરફ EMI ભરવી પડે છે અને બીજી તરફ ઘર મળવાની કોઈ સ્પષ્ટતા નથી.
ADVERTISEMENT
છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી પણ...
આ મુદ્દે રોકાણકારોએ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય તેમજ Real Estate Regulatory Authority સુધી ફરિયાદ નોંધાવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સંતોષકારક નિરાકરણ મળ્યું નથી. ડિસેમ્બર 2025માં બિલ્ડર અને રોકાણકારો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પૈસા પરત કરવાની વાત થઈ હતી. જોકે તે સમજૂતીને પણ ઘણા મહિના વીતી ગયા છતાં રોકાણકારોને રિફંડ મળ્યો નથી.
ADVERTISEMENT

આ પણ વાંચો : કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ વિવાદમાં, ટિકિટ માટે 1 લાખ લીધા હોવાનો આરોપ
ADVERTISEMENT
આથી નારાજ રોકાણકારોએ તાજેતરમાં “Godrej Altus” નામની નવી સાઇટ પર જઈ વિરોધ નોંધાવ્યો. તેઓનો આરોપ છે કે “Celeste” પ્રોજેક્ટમાંથી ઉઘરાવવામાં આવેલા પૈસા અન્ય પ્રોજેક્ટમાં વાપરવામાં આવ્યા છે. સમગ્ર મામલે હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મોટા બ્રાન્ડ પર વિશ્વાસ કરનાર સામાન્ય નાગરિકોની સુરક્ષા કોણ કરશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.