બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ વિવાદમાં, ટિકિટ માટે 1 લાખ લીધા હોવાનો આરોપ

અમદાવાદ / કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ વિવાદમાં, ટિકિટ માટે 1 લાખ લીધા હોવાનો આરોપ

Priykant Shrimali

Last Updated: 11:45 AM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Congress Controversy : મહિલા કાર્યકર્તાએ આરોપ લગાવ્યો છે કે, ટિકિટ આપવાના નામે પાર્ટી ફંડ તરીકે તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા, પરંતુ અંતે ટિકિટ આપવામાં ન આવી...

Ahmedabad Congress Controversy : અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત સોનલ પટેલ સામે જ પાર્ટીના કાર્યકર્તા દ્વારા ગંભીર આક્ષેપો થતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. સરસપુર વોર્ડ સાથે સંકળાયેલી મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, ટિકિટ આપવાના નામે પાર્ટી ફંડ તરીકે તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા, પરંતુ અંતે ટિકિટ આપવામાં આવી નથી.

ભાવના ગુપ્તાના જણાવ્યા મુજબ, ટિકિટ માટે કુલ 4 લાખ રૂપિયાની વાતચીત થઈ હતી, જેમાંથી 1 લાખ રૂપિયા એડવાન્સ તરીકે લેવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસ કાર્યકતા ભાવના ગુપ્તાના આક્ષેપ મુજબ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ શહેર પ્રમુખ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં અને ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દેવાયું.

આ પણ વાંચો : મધરાત્રે મકાનમાં આગ લગતા 2 વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ

રખિયાલ સરસપુર વોર્ડના મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ શહેર પ્રમુખ સામે આક્ષેપ કરતાં કહ્યું કે, ટિકિટ માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા એડવાન્સ સોનલબેન પટેલે લીધા હતા અને ટિકિટ ના આપી. સોનલ પટેલ એમના ઘરની નજીક ઓલા કારમાં આવ્યા હતા અને બેઠા બેઠા મારી પાસેથી રોકડા એક લાખ રૂપિયા લીધા હતા. જોકે, ઉમેદવારોના નામ જાહેર થયા બાદ સોનલબેને મારા ફોન ઉઠાવવાનું બંધ કર્યું હોવાનું પણ ભાવનાબેને જણાવ્યું હતું. આ સાથે પૈસા પરત ના આપતા ગઈકાલે રખિયાલ સરસપુર વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે સોનલબેન આવતા મારે ઝપાઝપી કરવી પડી હોવાનું પણ તેમણે કહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonal Patel controversy ticket distribution allegations Ahmedabad Congress controversy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ