બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મધરાત્રે મકાનમાં આગ લગતા 2 વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ

સુરેન્દ્રનગર / મધરાત્રે મકાનમાં આગ લગતા 2 વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ

Priykant Shrimali

Last Updated: 08:57 AM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar : મધરાત્રે આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ

Surendranagar : લીંબડી શહેરમાં મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં 2 લોકોના કરૂણ મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ વોરા સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી, જેમાં બે લોકોનાં દુઃખદ મોત નિપજ્યાં છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

શું હતો સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે આગ લાગી તે વખતે મકાનમાં કુલ ત્રણ લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિને બચાવ ટીમે સમયસર બહાર કાઢી લીધો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ

પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મકાનમાં લગાવવામાં આવેલ એર કન્ડીશનર (એ.સી.)માં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે મકાનના અંદરના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્ય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AC short circuit fire Limbdi fire incident Surendranagar fire news
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ