બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
Last Updated: 11:02 PM, 17 April 2026
ખેડા જિલ્લામાં સગીરા પર ગેંગરેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એકથી વધુ આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટનાની શરૂઆત લગભગ બે વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમના જાળમાં ફસાવી હતી.
ADVERTISEMENT

ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી
ADVERTISEMENT
આરોપ છે કે ત્યારબાદ પરવેઝના અન્ય મિત્રો પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થયા અને સગીરાને ધમકીઓ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું. આરોપીઓએ પીડિતાના ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી, જેના કારણે સગીરા લાંબા સમય સુધી ભય અને દબાણ હેઠળ રહી હતી.
પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી
ADVERTISEMENT
ફરિયાદ મુજબ, આ શોષણ વર્ષ 2023થી લઈને 2025 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી પીડિતા લાંબા સમય સુધી આ ઘટના વિશે કોઈને કહી શકી નહોતી.
9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સક્રિય થયું છે અને કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી હજી પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય આરોપી પરવેઝ, માહિર, ફૈઝાન, તૌફીક, સાહીલ સહિત 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ડ્રગ્સ માફિયાઓનો હુમલો, PSI ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે તમામ જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.