બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ડ્રગ્સ માફિયાઓનો હુમલો, PSI ઈજાગ્રસ્ત

ક્રાઈમ / અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ડ્રગ્સ માફિયાઓનો હુમલો, PSI ઈજાગ્રસ્ત

Vishal Khamar

Last Updated: 10:09 PM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડ્રગ્સ માફીયાઓ દ્વારા પીએસઆઈ પર હુમલો કરતા પોલીસ કર્મચારીને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાટ ગામ વિસ્તારમાં MD ડ્રગ્સ અંગે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી. જોકે, કાર્યવાહી દરમિયાન આરોપીઓ બેફામ બની પોલીસ પર જ હુમલો કરી બેઠા હતા.

આરોપીઓએ હુમલો કર્યો

માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ વિરોધ કરી હિંસક વલણ અપનાવ્યું અને ટીમ પર હુમલો કર્યો. હુમલામાં એક PSI પર છરી વડે પ્રહાર કરવામાં આવ્યો, જેને કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

300 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું

ઈજાગ્રસ્ત PSIને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ કાર્યવાહી દરમિયાન આશરે 300 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર ભરઉનાળે માવઠાની ઘાત, 19થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી વ્યક્ત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad News Ahmedabad Crime Branch
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ