બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પર ભરઉનાળે માવઠાની ઘાત, 19થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી

ગુજરાત / ગુજરાત પર ભરઉનાળે માવઠાની ઘાત, 19થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી

Vishal Khamar

Last Updated: 09:35 PM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી તા. 19 થી 21 એપ્રિલ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે.

ગુજરાતમાં ભરઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી જાહેર કરી છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. તેના પરિણામે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વધુ છે. ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

મહીસાગર, દાહોદ, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતા છે.

આ અચાનક માવઠું ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના સમયે આવી પરિસ્થિતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, સામાન્ય જનતાને તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ભાજપ ઉમેદવારોની નરેશ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક

હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે, ખાસ કરીને વીજળી પડવાની શક્યતા વચ્ચે ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Meteorological Department Rain Forecast
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ