બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોમી-એકતાના દર્શન, ભાઇએ ભાઇને હરાવ્યા, તો પિતાના હાથે પુત્રનો પરાજય, આવું રહ્યું પરિણામ
Gram Panchayat Election Results : રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. વિગતો મુજબ રાજ્યભરમાં કુલ 1 હજાર 80 જેટલા હોલમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ મત ગણતરી માટે 13 હજાર 444 સ્ટાફ જોડાયો છે.
LIVE: હળવદમાં માથાકૂટ, તો રીબડામાં જાડેજાનો દબદબો, ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ આવવાના શરૂ
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 15:30
ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ
June 25, 2025 15:28
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 15:23
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 15:17
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 15:10
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 15:06
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 15:01
ચુંટણી પરિણામ
June 25, 2025 14:57
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી પરિણામ
June 25, 2025 14:53
ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ
June 25, 2025 14:50
ધ્રોલ તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ
June 25, 2025 14:47
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 14:47
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 14:43
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 14:34
કચ્છના માતાનામઢ ગ્રામ પંચાયતના પરિણામમાં કોમી-એકતાના દર્શન
June 25, 2025 14:31
માતાના મઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મુસ્લિમ અગ્રણીનો ભવ્ય વિજય થયો. માતાનામઢ સરપંચ પદે કાસમભાઈ કુંભાર વિજેતા જાહેર થયા. અનેક અટકળો વચ્ચે માતાનામઢમાં કોમી-એકતા જળવાઈ રહી. 1700 મતો મળ્યા જેમાં 550 મત મુસ્લિમોના હતા અને અન્ય મત વિવિધ હિન્દૂ સમાજના હતા.
વડોદરાના પાદરામાં 46 ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
June 25, 2025 14:26
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 14:24
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 14:20
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 13:52
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી પરિણામ
June 25, 2025 13:45
ગ્રામ પંચાયત પરિણામ
June 25, 2025 13:29
ગ્રામ પંચાયત પરિણામ
June 25, 2025 13:25
વેવાણે જ વેવાણને હરાવી
June 25, 2025 13:19
ગીર સોમનાથના જૂના ઉગલા ગામમાં બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધનું પરિણામ આવી ગયું, જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ સાથે હરાવ્યા.
રાજકોટ તાલુકાની સણોસરા ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર
June 25, 2025 13:16
રાજકોટના સણોસરા ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર થયું. સણોસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ડો.નફીસાબેન સરસિયા ચૂંટાયા. એકતા ઉદાહરણ તરીકે મુસ્લિમ મહિલાને ગામ લોકોએ ઉમેદવાર બનાવ્યા. તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથીરિયા પ્રેરિત પેનલ વિજેતા બની.
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી પરિણામ
June 25, 2025 13:12
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 12:58
ગ્રામ પંચાયત ચુંટણી પરિણામ
June 25, 2025 12:53
ચૂંટણી અપડેટ
June 25, 2025 12:47
ચુંટણીના પરિણામ
June 25, 2025 12:42
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 12:39
ચૂંટણી અપડેટ
June 25, 2025 12:32
ચૂંટણી અપડેટ
June 25, 2025 12:29
વાવડીના વીડા ગામે વિજેતા સરપંચને પહેરાવવામાં આવ્યો નોટોનો હાર
June 25, 2025 12:23
ગોંડલ તાલુકાના વાવડીના વીડા ગામે પહેલીવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. ઐતિહાસિક ચૂંટણીમાં ભરતભાઈ મકવાણા વિજેતા બન્યા, ગામલોકો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જીતની ખુશીમાં સમર્થકોએ 500 રૂપિયાની નોટોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા.
નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળી નક્કી કરવામાં આવ્યા વિજેતા
June 25, 2025 12:19
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયત ચૂંટણીમાં બંને ઉમેદવારોને 338-338 મત એટલે કે એકસરખા મત મળ્યા,જેને લીધે ટાઈ થઈ. ત્યારે વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. ચિઠ્ઠીમાં હાર્દિક બારોટ વિજેતા બન્યા. ત્યારે નાદરી ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે હાર્દિક બારોટની જીત થઈ.
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 12:10
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામ
June 25, 2025 12:08
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 12:04
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
June 25, 2025 11:54
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામ
June 25, 2025 11:45
ગ્રામ પંચાયતના પરિણામ
June 25, 2025 11:44
અમરેલીના સાવરકુંડલા ગામનું પરિણામ જાહેર
June 25, 2025 11:41
અમરેલીના ધાર તાલુકાના સાવરકુંડલા ગામે હંસાબેન હસમુખભાઇ કાકડીયાની જીત
હળવદના નવા વેગડવાવમાં ધનજીભાઈ કણજરીયાની જીત
June 25, 2025 11:37
હળવદના નવા વેગડવાવમાં સરપંચ તરીકે ધનજીભાઈ બાવલભાઈ કણજરીયા વિજેતા થયા. માત્ર પાંચ મતના તફાવતથી ધનજીભાઈનો વિજય થયો. વિજેતા ઉમેદવારને 300 મત મળ્યા.
હળવદમાં મતગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે માથાકૂટ
June 25, 2025 11:33
મોરબી જિલ્લાના હળવદમાં મતગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે માથાકૂટ થઈ. આ માથાકૂટ મંગળપુર ગામની સામાન્ય ચૂંટણીની મતગણતરી દરમિયાન થઈ. હળવદની મોડેલ સ્કૂલમાં 8 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.
રાજપર કુંતાસી ગામે નર્મદાબેન ધોરિયાણી વિજેતા
June 25, 2025 11:31
મોરબીના રાજપર કુંતાસી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે નર્મદાબેન મનોજભાઈ ધોરિયાણીની 408 મતે થઈ જીત.
આંબાપુરામાં ટેલ ઈશ્વરભાઈની જીત
June 25, 2025 11:29
પાટણના આંબાપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટેલ ઈશ્વરભાઈ હરગોવનભાઈની જીત
ઓળા ગામે આનંદજી કે. ઠાકોરની થઈ જીત
June 25, 2025 11:28
કલોલના ઓળાની ગ્રામ પંચાયત ચૂંટણીનું આવ્યું પરિણામ, સરપંચ પદે આનંદજી કે. ઠાકોરની થઈ જીત
પીપળ ગામમાં ભાજપ પ્રેરિત સરપંચની જીત
June 25, 2025 11:26
બોટાદના ગઢડાની પીપળ ગામમાં ભાજપ પ્રેરિત સરપંચની જીત, જીત બાદ તાલુકા ભાજપ પ્રમુખ ભાવુક થયા.
નાગેશ્વરમાં રૂપારીબા રમેશભા સુમણીયાની જીત
June 25, 2025 11:16
દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વરમાં રૂપારીબા રમેશભા સુમણીયાની જીત, સમર્થકોએ નોટો ઉડાવીને જીતની ઉજવણી કરી.
અરવલ્લી જિલ્લાના ઉમેદપુર ગામનું પરિણામ જાહેર
June 25, 2025 10:37
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના સરપંચપદે ચીમનભાઈ પટેલ ચૂંટાયા છે.
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
June 25, 2025 10:28
હળવદના નવા વેગડવાવ ગામે વોર્ડ નંબર 2માં ટાઈ પડી છે. નવા વેગડાવાવ ગામે બને ઉમેદવાર ને 38-38 સરખા મત મળતા ટાઇ થઈ છે. આ તરફ હવે ચિઠ્ઠી ઉછાળી ઉમેદવાર નક્કી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અલ્પાબેન દિપકભાઈ મકવાણા વિજય જાહેર થયા છે.
રાજકોટમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ
June 25, 2025 10:11
રાજકોટ તાલુકાના વેજા ગામમાં સરપંચનું પરિણામ જાહેર થયું છે. જેમાં યોગેન્દ્રસિંહ જાડેજા વિજેતા જાહેર થયા છે. વિગતો મુજબ પિતરાઈ ભાઈ સામે જ પિતરાઈ ભાઈએ ચૂંટણી લડી હતી. જોકે હવે લકીરાજસિંહ જાડેજાને હરાવીને યોગેન્દ્ર સિંહ સરપંચ બન્યા છે.
હળવદમાં મતગણતરીમાં પ્રવેશ મુદ્દે માથાકૂટ
June 25, 2025 10:11
આજે મતગણતરી દરમિયાન હળવદમાં મતગણતરીમાં પ્રવેશ મુદ્દે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ચુંટણી કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. બબાલ થતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ તરફ હળવદની મોડલ સ્કૂલમાં મત ગણતરી શરૂ કરી છે.
પંચમહાલની 136 ગ્રામ પંચાયતોની મતગણતરી
June 25, 2025 10:08
પંચમહાલ જિલ્લામાં યોજાયેલી 136 ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી ની મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના અલગ અલગ સાત તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે. 500 થી વધુ કર્મચારીઓ મત ગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગોંડલની રીબડા ગ્રામ પંચાયતથી આવ્યા મોટા સમાચાર
June 25, 2025 09:56
ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો છે. વિગતો મુજબ તેમનો 155 માંથી 111 મતેથી વિજય થયો. આઝાદી બાદ સૌપ્રથમવાર રીબડા ગામમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર સત્યજીતસિંહ જાડેજા અને સામે પક્ષે રક્ષિત ખૂટ વચ્ચે ટક્કર જોવા મળી હતી.
મહેસાણા જિલ્લામાં પણ મતગણતરી શરૂ
June 25, 2025 09:54
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની 227 સરપંચ અને 652 વોર્ડ સભ્યના ભાવિનો આજે ફેંસલો થશે. મહેસાણા જિલ્લાના 8 તાલુકાની ફૂલ 227 ગ્રામ પંચાયતની મતગણતરી થઈ રહી છે. તમામ આઠ તાલુકા મથકો ઉપર મતગણતરી થઈ રહી છે.
4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ
June 25, 2025 09:51
વિગતો મુજબ ગુજરાતમાં આમ તો કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. જોકે સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. આ તરફ 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી. બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.
જૂનાગઢની 73 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ
June 25, 2025 09:46
આ સાથે જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરાઇ છે. માળિયાહાટીના તાલુકાની કુલ 12 ગ્રામપંચાયત ગણતરી સરકારી હાઇસ્કૂલ ખાતે શરૂ થઇ છે. કુલ 4 રૂમ ની અંદર અલગ અલગ ગ્રામપંચાયતની મતગણતરી થઇ રહી છે. 12 ગ્રામપંચાયત ના સરપંચ અને 48 સભ્યોની મતગણતરી શરૂ. જિલ્લાના વંથલી માણાવદર મેંદરડા માળિયા કેશોદ માંગરોળ તાલુકા સેન્ટર ઉપર ગ્રામપંચાયત ચૂંટણી મતગણતરી શરૂ થઇ છે.
ગાંધીનગરના 4 તાલુકાના કેન્દ્રો ખાતે મત ગણતરી શરૂ
June 25, 2025 09:45
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ચારેય તાલુકાના કેન્દ્રો પણ મત ગણતરી શરૂ કરાઇ છે.
દ.ગુજરાતમાં 7 જિલ્લાઓમાં યોજાઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણી
June 25, 2025 09:43
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ મતદાતાઓએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સૌથી વધુ નર્મદામાં 107, સુરતમાં 62, નવસારીમાં 56 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. ભરૂચમાં 53, વલસાડમાં 51, તાપીમાં 47, તો ડાંગમાં 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું.
મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 1,290 ગ્રામ પંચાયતોની યોજાઈ હતી ચૂંટણી
June 25, 2025 09:41
વિગતો મુજબ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં પણ 1290 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. સૌથી વધુ દાહોદમાં 263 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. પંચમહાલની 249, આણંદની 152, છોટાઉદેપુરની 126, અમદાવાદની 59 ગ્રામપંચાયતો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.. તો ખેડાની 99 અને મહિસાગરની 96 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ.
ઉત્તર ગુજરાતમાં 6 જિલ્લાની 1332 ગ્રામ પંચાયતોમાં યોજાઈ હતી ચૂંટણી
June 25, 2025 09:41
ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 1332 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠાની 405, સાબરકાંઠાની 238, અરવલ્લીની 136 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું. તો મહેસાણાની 235, પાટણની 232 તેમજ ગાંધીનગરની 86 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ.
સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે થયું હતું મતદાન
June 25, 2025 09:41
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે મતદાન થયું. અહીં જામનગરમાં 187, ગીર-સોમનાથમાં 63, દેવભૂમિ દ્વારકામાં 69, રાજકોટમાં 45, જૂનાગઢમાં 110, તો અમરેલીમાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. સાથે જ ભાવનગરમાં 220, મોરબીમાં 27, પોરબંદરમાં 15 તેમજ સુરેન્દ્રનગરમાં 30 ગ્રામ પંચાયતો માટે મતદાતાઓએ મતદાન કર્યું. જામનગરના વિભાપર ગામમાં 45 વર્ષ બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ.
રાજકોટમાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી
June 25, 2025 09:32
રાજકોટમાં 48 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ છે. 22 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ. વિગતો મુજબ જૂની કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી થઇ રહી છે. રાજકોટ સહિત અલગ અલગ તાલુકાઓમાં મતદાનની ગણતરી છે. 150 મતદાન કેન્દ્રો પર 500 કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
3 હજાર 656 સરપંચના ભાવિનો પણ ફેંસલો
June 25, 2025 09:28
રાજ્યની 3 હજાર 541 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 353 ગ્રામપંચાયતોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે તો 3 હજાર 656 સરપંચના ભાવિનો પણ ફેંસલો થશે.
239 સ્થળો પર 1 હજાર 80 કેન્દ્રો પર મતગણતરી
June 25, 2025 09:21
હાલ ગુજરાતમાં 239 સ્થળો પર 1 હજાર 80 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 13 હજાર 444 કર્મચારીઓ જોડાયા છે.
અમદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી
June 25, 2025 09:09
આજે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ હવે આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. 4 અમદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી હાથ ધરાઇ છે.
તમામ કેન્દ્રો પર મતગણતરી શરૂ
June 25, 2025 09:02
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન બાદ હવે કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ શરૂ થઈ ચૂકી છે.
મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા
June 25, 2025 09:00
રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ થશે.
થોડી વારમાં શરૂ થશે મતગણતરી
June 25, 2025 08:59
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણી બાદ હવે આજે મતગણતરી યોજાનાર છે. આ તરફ હવે થોડી વાર જ મત ગણતરી શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ મતગણતરી ટેબલ પર લવાઈ રહી છે.
ઝાલોદ તાલુકાના મોટી હાંડીમાં ગઇકાલે થયું હતું ફરી મતદાન
June 25, 2025 08:52
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-4 અને વોર્ડ-5માં પણ ફરી મતદાન યોજાયું હતું. વિગતો મુજબ અહીં પ્રમુખ મતદાન અધિકારી પાસેથી ટોળા દ્વારા મતપત્રો ગાયબ કરી દેવાની ઘટનામાં વોર્ડ-4 અને વોર્ડ-5 તેમજ સરપંચપદની ચૂંટણી રદ કરાઇ હતી. જોકે બાદમાં ગઇકાલે એટલે કે 24 જૂન અહીં ફરી મતદાન યોજાયું હતું.
પ્રાંતિજ તાલુકાના ઝીંઝવામાં પણ ફરી યોજાયું હતું મતદાન
June 25, 2025 08:51
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-2માં મતપત્રોમાં પ્રતિકના છાપકામમાં ક્ષતિને કારણે આ મતદાન મથક પૂરતી ચૂંટણી રદ કરવામાં આવી હતી, જેનું ફરી વાર મતદાન 24 જૂને થયું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં અહીં થયું હતુ ફરી મતદાન
June 25, 2025 08:50
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં નરસિંહપુરા ગ્રામ પંચાયતમાં ફરી મતદાન યોજાયું હતું. જેનું કારણ હતું વોર્ડ-1 તથા વોર્ડ-2ના સભ્યપદના મતદાન મથક નં.1ના મતદારો માટે અનુસરવાની પ્રક્રિયામાં ભૂલ. આ તરફ મતદાન મથક પૂરતી ચૂંટણી રદ કરવામાં આવી હતી અને જેનું ફરી વાર મતદાન 24 જૂને એટલે કે ગઇકાલે થયું હતું.
આજે જાહેર થશે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો
June 25, 2025 08:24
Gram Panchayat Election Results : ગુજરાતમાં 22 જૂન 2025 અને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જોકે હવે આજે આ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી થશે. આ માટે મત ગણતરીના સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 14231 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરીનું કાર્ય હાથ ધરાશે.
અહીં થશે મત ગણતરી
June 25, 2025 08:24
આ સાથે જ દસ્ક્રોઈમાં મતગણતરી મહેસૂલ ભવન ખાતે, ધોલેરામાં આઇટીઆઇ કેમ્પસમાં, ધંધુકામાં બિરલા અને હરજીવનદાસ હાઈસ્કૂલ ખાતે, વિરમગામમાં શેઠ એમ. જે. હાઈસ્કૂલમાં, માંડલમાં મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે, ધોળકામાં આર.ડી. શાહ આર્ટસ એન્ડ વી.ડી. શાહ કોમર્સ કોલેજ ખાતે, સાણંદમાં જે.ડી.જી. કન્યા વિદ્યાલય ખાતે તો દેત્રોજ-રામપુરામાં તાલુકા પ્રાથમિક શાળા, દેત્રોજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કર્યા છે.
સરેરાશ 77 ટકા નોંધાયું હતું મતદાન
June 25, 2025 08:24
વિગતો મુજબ રાજ્યમાં રાજ્યમાં 3831 સામાન્ય, મધ્યસત્ર, વિભાજીત પંચાયત અને 3171 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે રવિવારે 22 જૂને યોજાયેલા મતદાનમાં આશરે 77 ટકા જેટલું ઉત્સાહપૂર્ણ મતદાન થયું હતું. આ ગ્રામ પંચાયતોની આ ચૂંટણીમાં સરપંચની 3656 બેઠકો અને સભ્યોની 16224 બેઠકો માટે 81 લાખ જેટલા મતદારોમાંથી 77% જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.
અમદાવાદ જિલ્લાના 15 ગ્રામ પંચાયતોનો સમાવેશ
June 25, 2025 08:24
રાજ્યમાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાના 15 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.ગ્રામપંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી થવાની છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રત્યેક તાલુકા એટલે કે કુલ 9 તાલુકા દીઠ એક મતગણતરી યોજવાની છે. જેમાં અમદાવાદના જિલ્લાના તાલુકા દીઠ એટલે કે બાવળા તાલુકામાં એમ.સી. અમીન ગર્લ્સ હાઈસ્કૂલ, બાવળા ખાતે મતગણતરી હાથ ધરવામાં યોજવાની છે.
અમદાવાદમાં અહીં થશે તાલુકા કક્ષાની મતગણતરી
June 25, 2025 08:24
તમામ તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાવાની છે. જે મુજબ બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, દસ્ક્રોઈ તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, ધોલેરામાં 5 ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ 12 ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આજે મતગણતરી લઇને તમામ સ્થળોએ કુલ 1080 મતગણતરી હોલ અને 42 મતગણતરી ટેબલોની વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત 13444 મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 14231 પોલીસ સ્ટાફ સજ્જ કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં નથી યોજાઇ ગ્રામ પંચાયતોની ચૂંટણી
June 25, 2025 08:24
કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી.