ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / ગુજરાતના 26 સાંસદોએ માત્ર 4.2% ફંડનો જ ઉપયોગ કર્યો! ADR રિપોર્ટમાં ઘટસ્ફોટ
Last Updated: 06:06 PM, 16 July 2025
ADVERTISEMENT
ગુજરાતના સાંસદોએ છેલ્લા એક વર્ષમાં કરેલા કામ અને વપરાયેલા બજેટના પૈસા બાબતે એક ખાસ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગુજરાતના 26 સાંસદોએ માત્ર 4.2% ફંડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે પણ ગુજરાતમાં
ADVERTISEMENT
ADR સંસ્થા દ્વારા MPLAD ફંડ વાપરવા બાબતે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે.. જેમાં છેલ્લા એક વર્ષમાં ગુજરાતના 26 સાંસદોએ માત્ર 4.2% જ ફંડ નો ઉપયોગ કર્યો છે અને 95.8% MPLAD ફંડ વાપર્યું ન હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ગુજરાતના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડ માંથી ફક્ત 10.72 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસે આ રિપોર્ટને ધ્યાનમાં લઈને સાંસદોની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા અને ગુજરાતમાં ભાજપ વિકાસની રાજનીતિ કરે છે વિકાસના નામે મત લે છે પરંતુ વિકાસ થતો નથી ત્યારે હવે જાહેર જનતાએ જ વિકાસના નામે તમામ સાંસદોનું રાજીનામાંની માંગ કરવી જોઈએ તેવી પણ વાત કરી છે.
રિપોર્ટ પ્રમાણે સાંસદો દ્વારા 3823 કામ માંથી માત્ર 93 કામ જ પૂર્ણ કરવામાં આવ્યા છે સાથે ભરૂચ સંસદીય મતક્ષેત્રમાં સૌથી વધુ 1.73 કરોડ રૂપિયા વપરાયા છે અને બારડોલી મતક્ષેત્ર વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 21 ભલામણ થયેલા કામો પૂર્ણ થયા છે.
ADVERTISEMENT
કોંગ્રેસે કરેલા દાવા સામે ભાજપે જવાબ આપતા કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતના સાંસદો દ્વારા કરવામાં આવેલા કામમાં કુલ 25 કરોડથી વધુની ઘટ સામે આવી છે એટલે કે સાંસદોએ તેમના બજેટ સંપૂર્ણ રીતે વાપર્યા છે તેમ છતાં પણ 25 કરોડ રૂપિયાની હજુ પણ જરૂર હોય તેવા કામો છે. જ્યારે કુલ 14000 ગામ માંથી 9,000 જેટલા કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે આમ ગુજરાતના સાંસદો 110 ટકા જેટલી રકમ વિકાસના કામમાં વાપરી છે પરંતુ કોંગ્રેસે તેનું ખોટું અર્થઘટન કર્યું હોવાની વાત ભાજપે કરી છે.
આ પણ વાંચોઃ વધુ એક બ્રિજ પર ગાબડું પડ્યું, બોટાદનો 70 વર્ષ જૂનો પુલ થઇ રહ્યો છે પડું-પડું, જુઓ તસવીરો
ADVERTISEMENT
આમ ADR રિપોર્ટને લઈને ગુજરાતના સાંસદની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે એક બાજુ કોંગ્રેસ કરી રહી છે કે ગુજરાતમાં વિકાસના નામે મત માંગ્યા પરંતુ વિકાસ માટેનો ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે બીજી તરફ ભાજપ દાવા કહી રહી છે કે સો ટકા ફંડ વપરાયા બાદ પણ હજુ પણ પૈસાની જરૂર છે અને વિકાસના કામ થાય છે ત્યારે હવે ફંડ ના ઉપયોગ બાબતે ગુજરાતમાં રાજનીતિ જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ