ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ, અને 108 ઘોડા સાથે શૌર્ય યાત્રા.. સ્વાભિમાન પર્વમાં સામેલ થયા PM મોદી

સ્વાભિમાન પર્વ / શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ, અને 108 ઘોડા સાથે શૌર્ય યાત્રા.. સ્વાભિમાન પર્વમાં સામેલ થયા PM મોદી

Published By: Priykant Shrimali

Last Updated: 11:09 AM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somnath Swabhiman Parv : સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીની હાજરી : શૌર્ય, શ્રદ્ધા અને વિકાસનો સંગમ, અહીં જુઓ Video

ADVERTISEMENT

Somnath Swabhiman Parv : ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર સોમનાથ ધામમાં આયોજિત સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો. આ પ્રસંગે યોજાયેલી શૌર્ય યાત્રામાં શિવભક્તોની મોટી સંખ્યામાં હાજરી, હાથમાં ડમરુ અને 108 ઘોડાઓ સાથે નીકળેલી આ યાત્રાએ શૌર્ય, હિંમત અને બલિદાનની ભાવનાને જીવંત કરી દીધી.

આ શોભાયાત્રાનું આયોજન સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અસંખ્ય વીર યોદ્ધાઓની સ્મૃતિને નમન કરવા માટે કરવામાં આવ્યું હતું. યાત્રા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને વિધિવત પૂજા અર્ચના કરી.

સોમનાથમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી એક વિશાળ સભાને સંબોધિત કરશે. તેમના સંબોધનમાં તેઓ સોમનાથ મંદિર પર થયેલા વિદેશી આક્રમણો, તેનો ડટીને સામનો કરનારા વીર પુરુષોના બલિદાન અને મંદિરના પુનર્નિર્માણ માટે શિલાન્યાસ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાનની ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

સ્વાભિમાન પર્વના સમાપન બાદ પ્રધાનમંત્રી રાજકોટ માટે રવાના થશે. બપોરે તેઓ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સત્તાવાર ઉદ્ઘાટન કરીને ઉપસ્થિતોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિકાસની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, અહીં જાણો વૈકલ્પિક રુટ

આ સાથે જ રાજકોટમાં GIDC મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે, જે પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાંજે પ્રધાનમંત્રી અમદાવાદ ખાતે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર અમદાવાદ મેટ્રો ફેઝ-૨ના સેક્ટર 10 એથી મહાત્મા મંદિર સુધીના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Somnath Swabhiman Parv Shaurya Yatra

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ