બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે પણ આકાશમાંથી વરસી આફત, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદે બોલાવી સટાસટી
Last Updated: 05:24 PM, 12 May 2025
રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની લહેર જામી છે, ત્યારે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના પગલે ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે. ગીર ગઢડા, જૂનાગઢ, અમરેલી સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
ગીર ગઢડામાં વરસાદ
ADVERTISEMENT
ગીર ગઢડામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. જરગલી,વડવિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદથી ખેતીપાકમાં મોટું નુકસાન થયું છે. કેરી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતો પાયમાલ થયા છે
ADVERTISEMENT
કેશોદમાં કમોસમી વરસાદની આફત
જૂનાગઢના કેશોદમાં કમોસમી વરસાદની આફત વરસી છે. શોદના અજાબમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા છે, ત્યારે કમોસમી વરસાદથી ખેતીપાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સરકાર સરવે કરીને વળતર આપે તેવી માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમરેલીમાં સતત સાતમા દિવસે માવઠાનો માર
અમરેલી જિલ્લામાં સતત સાતમા દિવસે માવઠાનો માર વરસ્યો છે. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે વતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સતત વરસાદથી ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.