બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અન્ય જિલ્લા / 'Thank You, જણાવવા માટે કે કિરાના હિલ્સમાં...', પ્રેસ કોન્ફરન્સમાં એવું તે શું પૂછ્યું કે સેનાએ આપ્યો જોરદાર જવાબ
Last Updated: 04:06 PM, 12 May 2025
ઓપરેશન સિંદૂર અંગે ત્રણેય સેનાના ડીજીએ એક પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન ભારતીય સેનામાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈયાર છે. પાકિસ્તાન આપણી હવાઈ સંરક્ષણ ગ્રીડ સિસ્ટમમાં પ્રવેશ કરી શક્યું નથી. આ દરમિયાન વિવિધ સાવલોના જવાબો પણ ત્રણેય સેનાના ડીજીએ જણાવ્યા હતા.
ADVERTISEMENT
पत्रकार: क्या सेना ने Kirana Hills, Sargodha को हिट किया है?क्योंकि चर्चा है कि वहां न्यूक्लियर स्टोरेज है, जिसे हिट किया गया है!
— Govind Pratap Singh | GPS (@govindprataps12) May 12, 2025
एयर मार्शल भारती: थैंक यू- ये बताने के लिए कि Kirana Hills में न्यूक्लियर इंस्टालेशन हैं- ये बात हमें पता नहीं थी!
🔥🔥 pic.twitter.com/oZBCmkOxcn
શું સેનાએ કિરાના હિલ્સ,સરગોધાના પર હુમલો કર્યો ?
ADVERTISEMENT
આ પ્રેસ વાર્તમાંમાં એક પત્રકારે સાવલ કર્યો હતો કે, શું સેનાએ કિરાના હિલ્સ,સરગોધાના પર હુમલો કર્યો છે? કારણ કે એવી ચર્ચા છે કે ત્યાં પરમાણુ સંગ્રહ છે, જેને નુકસાન થયું છે! જેના જવાબમાં એર માર્શલ ભારતીએ જણાવ્યું હતું કે, આભાર - આ જણાવા માટે કે, કિરાના હિલ્સમાં પરમાણુ છે - અમને આ ખબર નહોતી!
આ પણ વાંચો: DGMOએ કહ્યું 'રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર'
ADVERTISEMENT
'તેમના પાપનું પાત્ર ભરાઈ ગયું હતું'
રાજીવ ઘઇએ કહ્યું કે, આતંકવાદી ઘટનાઓની તોર અને તરીકાઓ બદલાઈ રહ્યાં છે. આપણી સેનાની સાથે આપણા નિર્દોષ નાગરિકો, જેઓ પોતાનો બચાવ કરવામાં અસમર્થ હતા, તેમના પર પણ હુમલા થઈ રહ્યા હતા. 2024માં જમ્મુમાં શિવખોરી મંદિરની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલા આ ખતરનાક વલણના ચોક્કસ ઉદાહરણો છે. પહેલગામ આવ્યું ત્યાં સુધીમાં પાપનું આ પાત્ર ભરાઈ ગયું હતું. તે પછી શું થયું તે વિશે આપણે પહેલાથી જ વિગતવાર વાત કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.