ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / DGMOએ કહ્યું 'રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર'

ઓપરેશન સિંદૂર / DGMOએ કહ્યું 'રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર'

Last Updated: 03:31 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસનીવાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા

ADVERTISEMENT

ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ્યું તેના પર એક નજર કરીએ.

Vtv App Promotion

એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા..

આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેને ભેદવી નામુમકીન છે.. પાકિસ્તાનની ચાઇના મેડ મિસાઇલને અમે તોડી પાડી હતી, અને પાકિસ્તાનના ડ્રોન પણ તોડી પાડ્યા હતા. આપણી એર ડિફેન્સ સિસ્ટમ એક દિવાલની જેમ ઉભી હતી. તેમણે કહ્યું કે આપણા બધાજ મિલેટ્રી બેસીઝ અને ઇક્વિમેન્ટ તૈયાર છે, અને જ્યારે પણ જરૂરીયાત જણાશે ત્યારે જરૂરી કાર્યવાહી કરવા સક્ષમ છે.

આ પણ વાંચોઃ શું પાકિસ્તાનના પરમાણુ હથિયારો સુધી ભારત પહોંચી ગયેલું? આ એક તબાહી પાક.ને લઇ ગયું સિઝફાયર સુધી

ડીજીએમઓ રાજીવ ઘઇએ કહ્યું કે આતંકવાદીઓએ હવે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનો ટ્રેન્ડ અપનાવ્યો છે. જેને નાથવા માટે અમે જે કંઇ કર્યુ તેના વિશે અમે તમને ગઇકાલે જણાવી ચૂક્યા છે..

તેમણે કહ્યું કે અમે સરહદ પાર કર્યા વિના હુમલા કર્યા. અમે પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડી. તેઓ આપણા હવાઈ સંરક્ષણ ગ્રીડમાં પ્રવેશી શક્યા નહીં. અમે આતંકવાદીઓ પર ચોક્કસ હુમલા કર્યા. લેફ્ટનન્ટ ઘાઈએ કહ્યું કે 9-10 મેની રાત્રે પાકિસ્તાન વાયુસેના દ્વારા અમારી હવાઈ ટીમ અને લોજિસ્ટિક્સ સ્થાપના પર હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને જે હુમલા કર્યા તે આપણી મજબૂત એર ડિફેન્સને કારણે નિષ્ફળ રહ્યા,અને તે કોઇ જ નુકસાન પહોંચાડી શક્યા નથી. કોઇ મોકો નહોતો કે પાકિસ્તાન આપણી આ સુરક્ષા પ્રણાલીને ભેદી શકે. આપણી એરફિલ્ડ દરેક પ્રકારે ઓપરેશનલ છે.. પાકિસ્તાની હુમલાની કોશીશો પણ એટલેજ નિષ્ફળ રહી..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Army Operation Sindur Press Conference
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ