ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પૂજારીએ 3 સંતાનોની માતાને બનાવી હવસનો શિકાર, એક લાલચમાં કાંડ
Last Updated: 08:55 PM, 16 June 2025
ADVERTISEMENT
મંદિરના પૂજારીએ એટલી હદે હદ વટાવી કે તેને મંદિરની અંદર જ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિણીત મહિલા જ્યારે મંદિરમાં સાફ-સફાઈ કરવા માટે આવતી હતી તે દરમિયાન જ આરોપી પૂજારી મહિલાને મંદિરના પહેલા માળ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં પૂજારી મહિલાને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા પણ લઈ જતો હતો અને તે દરમિયાન મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાએ પૂજારીને લગ્ન કરવા જણાવ્યું હતું. ત્યારે પૂજારીએ લગ્નની ના પાડતા મહિલાએ સમગ્ર મામલે અઠવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ADVERTISEMENT
આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે "નાનપુરા માછીવાડ ખાતે રામજી મંદિર આવેલું છે. રામજી મંદિરમાં છેલ્લા 2 વર્ષથી પૂજારી વિવેક પ્રતિહસ્ત સેવા આપી રહ્યો છે. મંદિરમાં કામ કરતી મહિલાને લલચાવીને ફસાવી લીધી હતી. મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક દુષ્કર્મ આચર્યું હતું. પૂજારીએ લગ્નની કરી દેતા મહિલા અઠવા પોલીસ મથકે આવી હતી.પોલીસે મહિલાની ફરિયાદના આધારે વિવેક પ્રતિહસ્તની ધરપકડ કરી છે. આરોપી હાલ પલસાણા વિસ્તારમાં રહે છે મૂળ બિહારનો વતની છે."

ADVERTISEMENT
વધુ વાંચો:અમદાવાદમાં મેઘરાજાએ ગાજવીજ સાથે કરી તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
વધુમાં જણાવ્યું કે "અઠવા પોલીસે આરોપી પૂજારી વિવેક પ્રતિહસ્ત ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે મહિલાની ઉંમર 37 વર્ષની છે અને મહિલા ને ત્રણ સંતાન છે તે તેના ત્રણ સંતાન અને પતિ સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાનપુરામાં રહેતી આવી રહી છે. અને મંદિરમાં જ સફાઈ નું કામ કરી આવતી હતી. પરંતુ 26 વર્ષના પૂજારીના પ્રેમમાં મહિલા ફસાઈ જતા પૂજારીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો