ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મેઘરાજાએ ગાજવીજ સાથે કરી તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

વરસાદ / અમદાવાદમાં મેઘરાજાએ ગાજવીજ સાથે કરી તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:28 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SG હાઈવે, શિવરંજની, બોડકદેવ, સેટેલાઈટ, ગોતા, ઘાટલોડિયા, બોપલ, શીલજ, નરોડા, નારોલ, કૃષ્ણનગર, મણિનગર, ગીતા મંદિર, બાપુનગર, કાલુપુર, ઘોડાસરમાં પણ વરસાદે જોરદાર જમાવટ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. SG હાઈવે, શિવરંજની, બોડકદેવ, સેટેલાઈટ, ગોતા, ઘાટલોડિયા, બોપલ, શીલજ, નરોડા, નારોલ, કૃષ્ણનગર, મણિનગર, ગીતા મંદિર, બાપુનગર, કાલુપુર, ઘોડાસરમાં પણ વરસાદે જોરદાર જમાવટ કરી છે.

અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, અન્ડરપાસ રસ્તાઓમાં પાણી ભરાયા

જોધપુર, શાસ્ત્રીનગર, વેજલપુર, થલતેજ, સેટેલાઈટ, ઓઢવા વગેરેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, અન્ડરપાસ રસ્તાઓમાં પણ પાણી ભરતા પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી છે.

મેઘરાજાએ ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી

અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ બાદ મોડી સાંજે મેઘરાજાએ ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી હતી. મોડી સાંજે શરૂ થયેલો વરસાદ શરૂ થતાં ઓફિસથી ઘરે જતા લોકો અટવાયા હતા. શહેરના નીચાણવાળા મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.

આ પણ વાંચો: પહેલા નાસ્તો કરાવ્યો, પછી કોલ્ડડ્રિંકમાં નશો ભેળવી પતાવી દીધો, સુરતમાં મિત્રનું કારસ્તાન

અમદાવાદ શહેરમાં ક્યાં કેવો વરસાદ

ઓઢવમાં 1.5 ઈંચ, વિરાટનગરમાં 1.5 ઈંચ

નિકોલમાં સવા ઈંચ, કઠવાડામાં 1.5 ઈંચ

ટાગોર સેન્ટ્રલમાં 1 ઈંચ, ઉસ્માનપુરમાં 1 ઈંચ

ચાંદખેડામાં સવા ઈંચ, વાસણામાં પોણો ઈંચ

રાણીપમાં 1 ઈંચ, બોડકદેવમાં પોણો ઈંચ

ગોતામાં પોણો ઈંચ, ચાંદલોડિયામાં પોણો ઈંચ

સરખેજમાં પોણો ઈંચ, જોધપુરમાં પોણો ઈંચ

દુધેશ્વરમાં સવા ઈંચ, મેમ્કોમાં સવા ઈંચ

નરોડામાં સવા ઈંચ, કોતરપુરમાં સવા ઈંચ

મણીનગરમાં સવા ઈંચ, વટવામાં 2 ઈંચ વરસાદ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Ahmedabad Weather Updat Rain Update

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ