ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ટેરેસ પરથી પટકાઈને બાળકીનું મો*ત, સચિન GIDCમાં હૃદયદ્રાવક બનાવ

અકસ્માત / સુરતમાં ટેરેસ પરથી પટકાઈને બાળકીનું મો*ત, સચિન GIDCમાં હૃદયદ્રાવક બનાવ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:49 AM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રમતા સમયે નાની બાળકી પડી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

Surat Accident News: સુરતના સચિન GIDC વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકીનું ટેરેસ પરથી નીચે પટકાતા મોત થયું છે. મૃતક બાળકીનું નામ એશવી ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ બાળકી ઘરનાં ધાબા પર રમતી હતી. ત્યારે અચાનક તે ટેરેસ પરથી નીચે પટકાઈ ગઈ હતી. આ ઘટનાએ આસપાસના લોકોમાં પણ ચકચાર મચાવી દીધી હતી.

ગંભીર ઇજાઓ બાદ થયું મોત

બાળકી નીચે પડતાં તેના મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબોએ તપાસ કર્યા બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત

વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર ટેરેસ પરના ગ્રીલમાં રહેલા ગેપમાંથી બાળકી સરકીને નીચે પડી ગઈ હતી. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે નાનાં બાળકોને એકલા ઊંચી જગ્યાએ રમવા ન દેવા જોઈએ. સુરક્ષા બાબતોમાં થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat accident news Sachin GIDC incident સચિન GIDC બનાવ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ