ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / '240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે...', ભાજપ કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ

શરમજનક / '240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે...', ભાજપ કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:15 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના કોર્પોરેટરે ગઇકાલે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મુકી હતી કે 240 બેઠકોમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખુ જોવુ હોય તો 400 સિટ આપવી પડે

ADVERTISEMENT

પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે રાજકોટમાં ભાજપ કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ વાયરલ થઈ છે. ભાજપના કોર્પોરેટરે ગઇકાલે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મુકી હતી કે 240 બેઠકોમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખુ જોવુ હોય તો 400 સિટ આપવી પડે. કોર્પોરેટરની આ પોસ્ટ સામે શાસક પક્ષના જ ઘણા સભ્યોએ જ સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટમાં ભાજપના નેતાની મૂર્ખાઇ!

એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભાજપ નેતા ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યુ. 240 વોટમાં આટલું જ યુદ્ધ જોવા મળેની પોસ્ટ મૂકી, એટલું જ નહીં આખુ યુદ્ધ જોવા માટે 400 સીટ આપવી પડે તેવો પણ ઉલ્લેખ કર્યો. બેશરમ કોર્પોરેટરની હરકતથી શહેર ભાજપના ટોચના નેતાઓ પણ શર્મસાર થયા. ભાજપ નેતાએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપ નેતાની બુદ્ધિ ભ્રષ્ટ થઇ હોવાનું કહી, યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દાને રાજનીતિ ન બનાવવા કહ્યું. તો જવાબદાર કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની પણ માગ કરી છે

યુદ્ધને રાજનીતિ સાથે જોડવાનો કર્યો પ્રયાસ

ભારત-પાકિસ્તાન યુધ્ધની સ્થિતિ વચ્ચે ભાજપના કોર્પોરેટરે મુકેલી ચર્ચાસ્પદ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે પણ વિવાદમાં ઝંપલાવ્યું છે.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટરને આવી પોસ્ટ મૂકવા બદલ શરમ આવી જોઇએ. દેશના હિતમાં કોઇ રાજકારણ હોવું ન જોઇએ. ભાજપના આ કોર્પોરેટર સામે પાર્ટીએ પગલા લેવા જોઇએ તેવી માંગણી વિપક્ષે કરી છે. જોકે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલુ હોય ત્યારે સોશિયલ મીડિયામાં ખુદ ભાજપના જ કોર્પોરેટરે આ પ્રકારની પોસ્ટ કરી છે. જેના કારણે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને પણ રાજકારણ કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બીજી તરફ આ મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, મેં આ મામલે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરી છે. ત્યારે જોવાનું રહેશે કે પ્રદેશ કક્ષાએથી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?

આ પણ વાંચો: આજે પણ આકાશમાંથી વરસી આફત, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદે બોલાવી સટાસટી

સળગતા સવાલ

  • સત્તા પક્ષના કાર્યકર્તાઓ કેમ જવાબદારી ભૂલે છે?
  • સત્તાના નશામાં ચૂર કાર્યકર્તાને કેમ મર્યાદાનું ભાન ન રહ્યું?
  • સંવદનશીલ મુદ્દાને વોટ સાથે સરખાવવું કેટલું યોગ્ય?
  • ભારતીય સેનાની બહાદૂરીને પોતાની વોટબેંક સાથે સરખાવતા સહેજ પણ ન શરમ ન આવી?
  • કોર્પોરેટરના બુદ્ધિ પ્રદર્શન બદલ લેવાશે કડક પગલા?
  • શું ભારતીય સેનાની કાર્યવાહી હવે સત્તાપક્ષના વોટ નક્કી કરશે?
  • શું જેટલા વોટ હશે તેટલી માત્રામાં જ ભારતના નાગરિકો સુરક્ષિત?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News India-Pakistan War Rajkot BJP Corporator

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ