બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું' પ્લેન ક્રેશ દૂર્ઘટના અંગે મોદી-શાહ-CMએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
Last Updated: 04:39 PM, 12 June 2025
ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા મોટી દુર્ઘટના ઘટી છે.જે દુ:ખદ ઘટનામાં 100થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં શોકનો સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ સમગ્ર ઘટનાને દુ:ખદ ગણાવી છે.
ADVERTISEMENT
'દુર્ઘટનાએ સ્તબ્ધ અને દુઃખી'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિમાન દુર્ઘટનાને દુખદ ગણાવી છે. તેમણે લખ્યું છે કે, 'અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.
ADVERTISEMENT
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
અમિત શાહે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું છે કે, 'અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ અંગે કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.
Pained beyond words by the tragic plane crash in Ahmedabad. Disaster response forces have been quickly rushed to the crash site. Spoke with the Gujarat Chief Minister Shri Bhupendra Patel, Home Minister Shri Harsh Sanghavi, and Commissioner of Police Ahmedabad to assess the…
— Amit Shah (@AmitShah) June 12, 2025
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
'વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું'
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી લખ્યું છે કે, 'અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે'
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2025
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન…
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.