ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જગન્નાથ મંદિર હાથી વિવાદ મામલે સરકાર એક્શનમાં, નિષ્ણાંતોની ટીમ મોકલી હાથીઓનું ચેકિંગ, કરશે કડક કાર્યવાહી

ગુજરાત / જગન્નાથ મંદિર હાથી વિવાદ મામલે સરકાર એક્શનમાં, નિષ્ણાંતોની ટીમ મોકલી હાથીઓનું ચેકિંગ, કરશે કડક કાર્યવાહી

Last Updated: 10:22 PM, 29 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 27 જૂન 2025ના રોજ રથયાત્રા દરમિયાન ગજરાજ વિફર્યા હતા. ત્યારબાદ મહાવત દ્વારા ગજરાજને દંડાથી માર મારાતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ADVERTISEMENT

તાજેતરમાં અમદાવાદ માં રથયાત્રાદરમિયાન ગજરાજ બેકાબુ બનતા દોડધામ મચી જવા પામી છે. જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલ હાથીનું તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પશુપાલન વિભાગની ટીમો દ્વારા હાથીનું ચેકીંગ હાથ ધરાયું હતું.

જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા હાથીનું ચેકીંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, હાથીની શારીરિક અને માનસિક સ્થિતિનું ચેકીંગ કરવામાં આવ્યું છે.

ફોરેસ્ટ વિભાગની ટીમે અત્યાધુનિક સેન્સર મશીન દ્વારા હાથીના વિવિધ પરિક્ષણ કર્યા હતા. હાથીની આંતરિક અને બાહ્ય ઇજાઓ તપાસ કરવામાં આવી હતી. હાથી મહાવતનો કમાન્ડ લઈ રહ્યા છે કે નઈ તેની પણ વિશેષ તપાસ કરવામાં આવી હતી.

10થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યાં

અમદાવાદ ગાયકવાડ પોલીસે અરજીના આધારે ગજરાજને માર મારવા સંદર્ભે તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યાં છે. પોલીસે આ વીડિયો ક્યારનો છે અને હાથીને દંડાથી માર મારનાર મહાવત કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વીડિયો રથયાત્રા અગાઉનો હોવાની પણ શંકા છે. પોલીસ જે મહાવતને શોધી રહી છે તે હાલ મંદિરના હાથીખાનામાં નથી. જેથી આ વીડિયો ક્યારનો છે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

Vtv App Promotion 2

રથયાત્રામાં જે ભડક્યા હતા તે આ ગજરાજ નથી

આ ઘટના અંગે જગન્નાથ મંદિરના મહંત દીલિપદાસજીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મહાવતે હાથીને શાંત કરવા દંડાનો ઉપયોગ કર્યો હતો. ગજરાજને શાંત કરવાની કેટલીક ટેકનીક હોય છે.

આ પણ વાંચો : સરધારમાં લુખ્ખાઓથી વેપારી એટલા કંટાળ્યા કે ધંધા જ બંધ કરી દીધા

મહાવત સારી રીતે જાણે છે કે ગજરાજને કેવી રીતે ટ્રેઈન કરી શકાય. ગજરાજોને રાખવા સરળ નથી. અમે વર્ષોથી પ્રેમથી રાખીએ છીએ. રથયાત્રામાં જે ભડક્યા હતા તે આ ગજરાજ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rathyatra elephant checkup Elephant elephant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ