ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સન્માન સમારોહની આડમાં ચાલતા ધર્માંતરણના ખેલનો પર્દાફાશ, જુઓ કાળો ખેલ

આક્ષેપ / સન્માન સમારોહની આડમાં ચાલતા ધર્માંતરણના ખેલનો પર્દાફાશ, જુઓ કાળો ખેલ

Published By: Priyankka Triveddi

Last Updated: 01:17 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના સરા ગામે ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાની ફરિયાદ સામે આવી છે અને નવસારી પોલીસમાં આ અંગે અરજી પણ કરવામાં આવી છે.

ADVERTISEMENT

Navsari Conversion Case: નવસારી જિલ્લાના સરા ગામમાં એક સન્માન સમારોહને લઈને વિવાદ ઉભો થયો છે. ગામલોકોએ આ કાર્યક્રમની આડમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ગ્રામજનોએ વંસદા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ સરા ગામમાં એક નિવૃત્ત CRPF જવાનના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક કેટલાક શખ્સો સ્ટેજ પર ચડી ગયા અને ખ્રિસ્તી ધર્મના ગુણગાન ગાવા લાગ્યા. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર આયોજન સન્માન સમારોહના બહાને કરવામાં આવ્યું હતું અને પાછળથી ધર્માંતરણનો પ્રયાસ ચાલી રહ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક પરપ્રાંતિય પાસ્ટરો અને તેમના સ્થાનિક સાગરીતો દ્વારા આદિવાસી સમાજને ટાર્ગેટ કરીને તેમની માનસિકતા બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોસ્ટર, ભાષણ અને અન્ય માધ્યમો દ્વારા લોકોનું બ્રેઇનવોશ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે. આ પ્રવૃત્તિઓ માટે કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં આવી ન હતી. જેના કારણે ગામલોકોમાં રોષ ફેલાયો હતો.

આ સમગ્ર ઘટના બાદ ગામલોકોએ એકઠા થઈને વંસદા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આવા કાર્યક્રમો પર રોક લગાવવાની પણ માંગ ઉઠાવી છે. ખાસ કરીને જવાનોના નામે આવા કારસ્તાન કરવામાં આવી રહ્યા હોવા અંગે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરના પૂજા વિવાદ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાણો સમગ્ર કેસ

પોલીસ દ્વારા હાલ મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ગામલોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari conversion case Religious conversion controversy નવસારી ધર્માંતરણ કેસ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ