ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજી મંદિરના પૂજા વિવાદ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાણો સમગ્ર કેસ

ચુકાદો / અંબાજી મંદિરના પૂજા વિવાદ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાણો સમગ્ર કેસ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:35 AM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિર પૂજા વિવાદ કેસમાં કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને ઐતિહસિક ચુકાદા તરીકે જોવામાં આવી રહ્યો છે ત્યારે શું છે આ સમગ્ર વિવાદ વાંચો એક ક્લિકે..,

ADVERTISEMENT

Ambaji Temple Court Verdict: અંબાજી મંદિરના વહીવટ અને હક્કને લઈને ચાલી રહેલા વિવાદમાં કોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. આ ચુકાદાથી અંબાજી મંદિર ટ્રસ્ટને મોટી રાહત મળી છે અને લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદનો એક મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. કોર્ટ દ્વારા દાંતા મહારાજા દ્વારા કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે અને સાથે જ 50000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ કેસમાં દાંતા મહારાણા દ્વારા અંબાજી મંદિરના વહીવટ, માલિકી હક અને આવકના હિસાબ અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે માંગ કરી હતી કે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને તેની સંલગ્ન મિલકતોમાંથી થતી આવક, નફો અને ચઢાવાનો સંપૂર્ણ હિસાબ આપવામાં આવે. ઉપરાંત જો કોઈ બાકી રકમ નીકળે તો તે અરજદારને ચૂકવવાનો આદેશ આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

દાંતા મહારાણાએ કોર્ટ સમક્ષ વધુમાં અરજી કરી હતી કે કેસનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓ કોઈ પણ મિલકત વેચાણ, ટ્રાન્સફર અથવા હસ્તાંતરણ ન કરી શકે તે માટે રોક લગાવવામાં આવે. સાથે જ કોર્ટ દ્વારા કોઈ યોગ્ય વ્યક્તિ અથવા કોર્ટ રીસીવર નિયુક્ત કરીને મંદિર અને તેની મિલકતોનું સંચાલન તાત્કાલિક રીતે સંભાળવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

AMBAJI MANDIR ARJI

પરંતુ નામદાર કોર્ટે આ તમામ દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને દાંતા મહારાજાની અરજીને ફગાવી દીધી હતી. 30 જૂન 2022ના ચુકાદા મુજબ કોર્ટે અરજી નામંજૂર કરી 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને આ રકમ કોર્ટમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા માટે દાંતા મહારાજાને આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે કોર્ટએ મંદિર ટ્રસ્ટના વહીવટ અને માલિકી હક્કને માન્યતા આપી છે.

આ ચુકાદાથી અસંતોષ વ્યક્ત કરતાં દાંતા મહારાજાએ બાદમાં પાલનપુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરીને ફરી દાદ માંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અત્રે પણ કોર્ટે તેમના દાવાને માન્યતા આપી નહીં અને ફરી એકવાર અરજીને નામંજૂર કરી દીધી.

આ પણ વાંચો: એક જ નંબરની ટિકિટ સાથે 15 લોકો ઝડપાયા, પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મોટો ધડાકો

કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી અંબાજી મંદિર ટ્રસ્ટને કાનૂની રીતે મજબૂત સ્થિતિ મળી છે. સાથે જ મંદિરના વહીવટ અને સંચાલન અંગે ચાલી રહેલા વિવાદને પણ આ ચુકાદાથી સ્પષ્ટતા મળી છે. આ મામલો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો અને હવે કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દે નવી દિશા મળી છે.

આ ચુકાદા બાદ મંદિર ટ્રસ્ટના વહીવટ પર કોઈ અનિશ્ચિતતા રહી નથી અને ભવિષ્યમાં આવા વિવાદો માટે આ કેસ એક મહત્વપૂર્ણ નઝીર તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Danta Maharaj Petition Rejected Ambaji Temple Court Verdict અંબાજી મંદિર ચુકાદો

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ