ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક જ નંબરની ટિકિટ સાથે 15 લોકો ઝડપાયા, પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મોટો ધડાકો

કાળાબજારી / એક જ નંબરની ટિકિટ સાથે 15 લોકો ઝડપાયા, પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મોટો ધડાકો

Published By: Priyankka Triveddi

Last Updated: 10:25 AM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નકલી ટ્રેન ટિકિટના રેકેટનો પર્દાફાશ થયો છે. એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Ahmedabad Railway Ticket Scam: અમદાવાદમાં રેલવે સંબંધિત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં નકલી ટિકિટનો રેકેટ ચાલી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલી તપાસ દરમિયાન આ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ બનાવે મુસાફરોની સુરક્ષા અને રેલવે વ્યવસ્થાની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સ્ટાફ દ્વારા નિયમિત ચેકિંગ દરમિયાન અચાનક ગોટાળો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન એક જ સિરિયલ નંબર ધરાવતી ટિકિટ સાથે કુલ 15 મુસાફરો ઝડપાયા હતા. શરૂઆતમાં આ એક સામાન્ય ગેરસમજ લાગતી હતી. પરંતુ વધુ તપાસ કરતા નકલી ટિકિટના સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આ રેકેટમાં સંડોવાયેલા શખ્સો અસલી ટિકિટને સ્કેન કરીને તેની 10-10 નકલો બનાવી ગેરકાયદે વેચાણ કરતા હતા. ખાસ કરીને આ કારસ્તાન પ્રયાગરાજમાં ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) ફેસિલિટેટર તરીકે કામ કરતા કેટલાક લોકો દ્વારા ચલાવવામાં આવતું હતું. તેઓ પહેલા અસલી ટિકિટ કાઢતા પછી તેની નકલ બનાવી અનેક મુસાફરોને વેચી દેતા અને બાદમાં અસલી ટિકિટ પર રિફંડ મેળવી લેતા હતા.

આ રીતે એક જ ટિકિટનો ઘણી વખત ઉપયોગ કરીને મુસાફરોને છેતરવામાં આવતા હતા. ઘણા મુસાફરો અજાણતા આ નકલી ટિકિટ ખરીદી લેતા અને પછી ચેકિંગ દરમિયાન મુશ્કેલીમાં મુકાતા હતા. આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેલવે સ્ટાફે ચેકિંગ દરમિયાન ટિકિટના સિરિયલ નંબરમાં સમાનતા જોવા મળતા શંકા વ્યક્ત કરી અને તાત્કાલિક પગલાં લીધા. ત્યારબાદ રેલવે પોલીસને જાણ કરવામાં આવી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા મુસાફરો અને સંડોવાયેલા શખ્સોની પુછપરછ ચાલી રહી છે. જેથી આ રેકેટમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની માહિતી મળી શકે.

રેલવે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ મુસાફરોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર અધિકૃત સ્ત્રોતો પાસેથી જ ટિકિટ ખરીદે. નકલી ટિકિટના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ચેકિંગમાં પણ કડકાઈ લાવવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: GUJCETની પરીક્ષાને લઇ ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર, આગામી 29મીએ Exam

આ સમગ્ર ઘટનાએ મુસાફરોને ચેતવણી આપી છે કે સસ્તા અથવા શંકાસ્પદ સ્ત્રોતો પાસેથી ટિકિટ ખરીદવી જોખમી સાબિત થઈ શકે છે. રેલવે તંત્ર હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા વધુ સજાગ બની રહ્યું છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad railway ticket scam Prayagraj Ahmedabad Express પ્રયાગરાજ અમદાવાદ એક્સપ્રેસ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ