ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GUJCETની પરીક્ષાને લઇ ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર, આગામી 29મીએ Exam
Last Updated: 09:53 AM, 26 March 2026
ADVERTISEMENT
GUJCET 2026 Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ-2026 માટે વ્યાપક તૈયારી પૂરી કરી દેવાં, આવી છે. વિદ્યાર્થીઓ નિર્ભય અને સુવિધાજનક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ખાસ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે.
ADVERTISEMENT
આગામી 29 તારીખે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET-2026) યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ગુજકેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ 668 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યને 36 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.

ADVERTISEMENT
પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાની નજર હેઠળ રહેશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. ખાસ કરીને વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા તથા આરોગ્ય ટીમોને પણ તમામ કેન્દ્રો પર તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે.
પરીક્ષા કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે ઝોનલ કચેરીઓની રચના કરવામાં આવી છે. જે પરીક્ષા કેન્દ્રોની નજીક અને મધ્યસ્થ સ્થળે રાખવામાં આવશે. OMR શીટ અને પ્રશ્નપત્રો સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયા પર નજર રાખવા માટે અનુભવી વર્ગ-2ના અધિકારીઓને ઝોનલ અધિકારી તરીકે નિમવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. 27થી 29 તારીખ સુધી જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ રહેશે. જ્યારે 28 તારીખથી રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત થશે. સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન આપશે. અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે અને તમામ કેન્દ્ર સંચાલકોને અગાઉથી તાલીમ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.