ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે IAS અધિકારીઓની કરી બદલી: ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર

ગાંધીનગર / ગુજરાત સરકારે IAS અધિકારીઓની કરી બદલી: ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:01 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat: મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેને ગાંધીનગર કલેક્ટર તરીકે નિમણૂક અપાઇ છે.

ADVERTISEMENT

Gujarat IAS officers Transfer: ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડીને ત્રણ આઇએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો કર્યા છે. જેમાં ગાંધીનગરને નવા કલેક્ટર મળ્યા છે. મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેને ગાંધીનગર કલેક્ટર તરીકે નિમણૂક અપાઇ છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડીને ત્રણ આઇએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો કર્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.

IAS

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર રવીન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જે. એન. વાઘેલા પાસેથી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે.

અમરેલીના ડીડીઓ તરીકે કાર્યરત પી. બી. પંડ્યાની બદલી જામનગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાત / ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં 19 સભ્યોનો સમાવેશ

નડિયાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકીને હવે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી કે. એસ. યાજ્ઞિક આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat IAS Transfer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ