ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં 19 સભ્યોનો સમાવેશ
Last Updated: 08:28 PM, 25 March 2026
ADVERTISEMENT
Gujarat Political News: ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જને લઇને ભાજપ દ્વારા ગુજરાતની પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરવામાં આવી છે, જેમાં 19 સભ્યોનો સમાવેશ કરાયો છે.
ADVERTISEMENT
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) March 25, 2026
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/UwBusuaXDx
આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરાયો છે. તેમ જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. જાણકારોના મત્તે ભાજપ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી રણનીતિ સુધી તમામ નિર્ણયો આ સમિતિ દ્વારા લેવામાં આવશે.
ADVERTISEMENT
દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મળી રહે તે માટે તમામ વિસ્તાર અને તમામ મોર્ચાના પ્રતિનિધિઓનો સ્થાન અપાયું છે. મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઉ. ગુજરાતના રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, ભક્તો માટે આ ટ્રેન થશે આશીર્વાદરૂપ સાબિત
ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખોને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ. આ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ જોડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ