ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉ. ગુજરાતના રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, ભક્તો માટે આ ટ્રેન થશે આશીર્વાદરૂપ સાબિત
Last Updated: 05:18 PM, 25 March 2026
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડબ્રહ્માથી અસારવા સુધીની ઈલેક્ટ્રિક રેલવે સેવા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનવાની આશા છે. આ નવી સુવિધા શરૂ થતાં અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેના સંપર્કમાં મોટો સુધારો થશે.
ADVERTISEMENT

રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં આ માર્ગ પર ટ્રેન એન્જિન સાથે સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ રનનો રિપોર્ટ તૈયાર કરી સંબંધિત અધિકારીઓને સબમિટ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થવાની કગારમાં છે અને ટૂંક સમયમાં મુસાફરો માટે સેવા ઉપલબ્ધ બનશે.
ADVERTISEMENT

આ ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થતાં ખેડબ્રહ્માથી અમદાવાદ સુધી પહોંચવું ઘણું સરળ અને ઓછા સમયમાં શક્ય બનશે. ખાસ કરીને રોજબરોજ આવનજાવન કરતા મુસાફરોને તેનો સીધો લાભ મળશે. સાથે જ નાના અંબાજીના દર્શન કરવા આવતા ભક્તો માટે પણ આ ટ્રેન સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. કારણ કે તેઓને વધુ સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા સીધી અંબાજી સુધી રેલવે સેવા શરૂ કરવાની માંગ પણ ઉઠી રહી છે. જો આ માંગ સ્વીકારવામાં આવશે તો યાત્રાધામ સુધી પહોંચવું વધુ સરળ બનશે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.