ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી...', મોડાસાથી પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનો હુંકાર

રાજનીતિ / 'પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી...', મોડાસાથી પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનો હુંકાર

Published By: Vidhata Gothi

Last Updated: 03:53 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડાસામાં મેઘરજ ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં AAP દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, 'ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યું છે.'

ADVERTISEMENT

સાબરકાંઠા-અરવલ્લીની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આજે મોડાસાના મેઘરજ ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં AAP દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા.

અરવિંદ કેજરીવાલે કહ્યું,

'ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યું છે. ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. હવે ગુજરાતમાં વિપક્ષની આમ આદમી પાર્ટી પણ આવી ગઇ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ શેર છે. હવે જ્યારે ગોળી ચાલશે તો પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી ખેડૂતોની છાતી પર ગોળી ચાલશે.'

અરવિંદ કેજરીવાલે કહ્યું,

"આ અમીરોની સરકાર છે, અદાણીની સરકાર છે, અદાણીને બધા કોન્ટ્રાકટ આપે છે. આમ આદમી પાર્ટી ગરીબો, ખેડૂતો, શ્રમિકોની સરકાર છે, અમે તમારા સાથે છીએ, તમારો હક અપાવવા આવ્યા છીએ. જો ખેડૂતો એમના હકની માંગ કરી રહ્યા હતા, તો તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ. આ એમનો અહંકાર છે. તેમના તરફથી અશોક ચૌધરીને એક કરોડ વળતર આપવામાં આવે. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો પોતાના હકની રજુઆત કરવા ગયા ત્યારે, આ ગરીબ પશુપાલકો ઉપર લાઠી ચલાવીને ટિયરગેસ છોડવામાં આવ્યા."
Vtv App Promotion 2

સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ ડેરી સંચાલકો પર પશુપાલકોના નફાના પૈસા ભાજપના 'તાઈફા' પાછળ વાપરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, અને જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની હાંકલ કરી છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે. પશુપાલકોને જે કાંઇ પણ જરૂરી સહાય હશે તે પુરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે, શું કંઇ મોટું થશે?

અગાઉ કેજરીવાલે એમ કહ્યું હતું કે ડેડિયાાપાડામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને જેલમાં નાંખી દેવાયા છે અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું અને ભગવંત માન ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટે આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Pashupalak Mahapanchayat Modasa Arvind Kejriwal

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ