બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / કચ્છમાં ભૂકંપ અને નરેન્દ્ર મોદી CM બન્યા, આજે પણ કચ્છી માડુઓ યાદ કરે છે મોદીએ કચ્છમાં વીતાવેલા દિવસો
Last Updated: 08:01 AM, 17 September 2025
વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ નામથી આજે આખા વિશ્વમાં કોઈ અજાણ્યું નથી. પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન અને છેલ્લા 11 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દેશની કીર્તિ આખા વિશ્વમાં ફેલાવી રહ્યા છે. પીએમ મોદી ભલે ગુજરાત છોડીને દિલ્હી ગયા અને 10 વર્ષ કરતા વધુ સમય વીત્યો હોય, ભલે આજે આખા વિશ્વના નેતાઓ તેમને મળવા તલપાપડ હોય અને ભલે વડાપ્રધાન પોતે જુદા જુદા દેશોની મુલાકાત કરતા હોય, પરંતુ આજેય પીએમ મોદી માટે ગુજરાતનું કચ્છ ખાસ છે. કચ્છ અને નરેન્દ્ર મોદી એકબીજા સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફર દરમિયાન નરેન્દ્ર મોદીએ વારંવાર દેશથી લઈને વિદેશની ધરતી પર તેમના સંબોધનમાં કચ્છના લોકો, સંસ્કૃતિ અને ખમીરને યાદ કર્યા છે. એક રીતે જોઈએ તો ભૂકંપ પછી કચ્છનો વિકાસ અને મોદીજીની યાત્રા - બંનેની લગભગ એક સાથે જ શરૂઆત થઈ હતી, અને બંનેની વિકાસયાત્રા ઉદાહરણરૂપ છે.
ADVERTISEMENT

ભૂકંપ પછીનો સમય
ADVERTISEMENT
વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપે કચ્છને તબાહ કરી નાખ્યું હતું. ભયંકર ભૂકંપમાં હજારોના જીવ ગયા, ઘરો ધરાશાયી થયા, અને ચારે તરફ વિનાશના દ્રશ્યો હતા. સમગ્ર વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. એ સમયે નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી હતા, જેઓ એક વિશેષ જવાબદારી સાથે કચ્છ પહોંચ્યા હતા. તેઓ કચ્છના લોકોની આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભા રહ્યા હતા. કચ્છમાં ચારે તરફ વિનાશના દ્રશ્યો અને લોકોના મોત પછી પણ કચ્છી માડુની હિંમત અને તેમની રાખમાંથી બેઠા થવાની આવડત જોઈને તેઓ દંગ રહી ગયા હતા.

ADVERTISEMENT
કચ્છ છે ખાસ
તેમણે કચ્છના વિવિધ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પર સતત ધ્યાન આપ્યું, એ સમયે તેઓએ સંગઠનના લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી સતત વિગતો મેળવી. આ ભૂકંપે જ ગુજરાતની રાજકીય દિશા બદલી નાખી. ભૂકંપ બાદ તેમણે કરેલી કામગીરીની રાષ્ટ્રીય નેતાગીરીએ નોંધ લીધી અને સંગઠનનું કામ કરતા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સામાન્ય રીતે કોઈને સત્તા મળે, તો તરત જ સત્તા ભોગવવાના કામમાં લાગી જાય. સત્તા મળતા જમીનની હકીકત ભુલાઈ જાય. પરંતુ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી નોખી માટીના માનવી નીકળ્યા. CM બન્યાના બારમા જ દિવસે 7મી ઓક્ટોબર 2001માં મોદી ફરી કચ્છ દોડી આવ્યા. તેમણે ભૂકંપગ્રસ્ત વિસ્તારોનું નીરિક્ષણ કર્યું અને પુન:ર્નિર્માણની યોજના ઘડી. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે પહેલી દિવાળી પણ કચ્છની ધરતી પર જ ઉજવી. તેમણે આખા મંત્રીમંડળ સાથે ભચાઉ તાલુકાના ચોબારી ગામે, પીડિત લોકો વચ્ચે સાદગીથી દિવાળી ઉજવી હતી. જેથી કચ્છની જનતાના હ્રદયે લાગેલા ભૂકંપના ઘા ઝડપથી રુઝાઈ શકે.
ADVERTISEMENT

નર્મદા મૈયાનું કચ્છમાં અવતરણ
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે ભૂકંપ સમયે કચ્છના વિવિધ વિસ્તારો અને આયોજનની ચર્ચાઓ વચ્ચે સતત તેમની સાથે રહેતા અને સંઘના સ્વંયસેવક દિલીપભાઈ દેશમુખ (દાદા)એ VTV DIGITA સાથે સ્મરણો વાગોળતા આ દિવાળીની ઘટના ખાસ યાદ કરી છે. તેમનું કહેવું છે દેશના કોઈ મુખ્ય પ્રધાને આટલી જહેમત કરી હોય તેવું યાદ નથી. વધુમાં દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે,
"કચ્છમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદાના પાણીને પાઇપલાઇન દ્વારા 18 મે 2003ના રોજ મુખ્યમંત્રી મોદીએ સામખિયાળી પહોંચાડી, કચ્છમાં સૌપ્રથમ 'મા નર્મદા'નું અવતરણ કરાવ્યું અને 2003માં કચ્છની અલાયદી કચ્છ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત 24 સપ્ટેમ્બર 2004માં ખુદ નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું."
ADVERTISEMENT
આવા તો કચ્છને મદદ અને કચ્છના વિકાસના કંઈ કેટલાય કામો હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નામે લખાયેલા છે.

શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ
હાલના કચ્છના ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ VTV Digital સાથે વાત કરતા કચ્છમાં પીએમ મોદીના યોગદાનને ખૂબ સરસ રીતે યાદ કર્યા. તેમનું કહેવું છે કે આજે પણ કોઈ કામથી જ્યારે વડાપ્રધાનને મળવાનું થાય છે, ત્યારે તેઓ કચ્છ વિશે, કચ્છના વિકાસ કાર્યો વિશે પૃચ્છા કરે છે. આ દરમિયાન તેમના ચહેરા પર જોવા મળતી ખુશી કંઈક અલગ જ હોય છે. સાંસદ વિનોદભાઈ ચાવડા શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પરત લાવવાના કિસ્સાને ખાસ યાદ કરતા કહે છે,
"કચ્છના સપૂત અને વિદેશમાં રહીને આઝાદીની લડત ચલાવનારા કચ્છી ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જીનીવા સ્વિટ્ઝર્લૅન્ડમાં હતા, ત્યાંથી નરેન્દ્ર મોદી તે અસ્થિઓ ભારત લઈ આવ્યા અને 4 ઓક્ટોબર, 2009ના રોજ માંડવી સ્થિત ક્રાંતિ તીર્થ સંકુલનો શિલાન્યાસ કર્યો. મોદીજીએ જ 13 ડિસેમ્બર, 2010ના રોજ આ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ તેઓએ ઇંગ્લેન્ડથી પણ શ્યામજી કૃષ્ણવર્માની અંગ્રેજોએ જપ્ત કરેલી સનદ પરત લાવી કચ્છને અર્પણ કરી છે."

કચ્છ વિશ્વમાં જાણીતું બન્યું
કચ્છના રણ વિશે આપણે બધાએ ઘણું સાંભળ્યું છે. એક સમયે અહીંના રણમાં દૂર દૂર સુધી માણસ જોવા નહોતા મળતા. ઉદ્યોગો કે રોજગારીની તો કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ હતો કચ્છના સફેદ રણ પર. સદીઓથી રહેલા આ રણને જોઈને કોઈને ન આવે તેવો વિચાર નરેન્દ્ર મોદીને આવ્યો અને તેમણે કચ્છ જ નહીં, આખા ગુજરાતના પ્રવાસનની સિકલ બદલી નાખી. આ સફેદ રણ હજારો પ્રવાસીઓને ખેંચી લાવશે એવા દૃઢ વિશ્વાસ સાથે તેમણે 2005માં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમણે જાતે પ્રયાસ કરીને અમિતાભ બચ્ચનને કચ્છના પ્રચારમાં જોડી દીધા, જે પછી કચ્છમાં પ્રવાસનને ગતિ મળી. શરૂઆતમાં માત્ર 3 દિવસનો આ ઉત્સવ હવે બે મહિના ચાલે છે, અને તેની સફળતાના આપણે સૌ સાક્ષી છીએ.
આ પણ વાંચો: કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ, કિંમત એક પીસના 10,000 સુધીની, પાકિસ્તાન સાથે છે કનેક્શન
મોદીનું કચ્છ પ્રવાસન માટેનું વિઝન
હાલ કચ્છ પ્રવાસનનું કેન્દ્ર બની ગયું છે. વિશ્વ પ્રસિદ્ધ સ્મૃતિ વન અને ધોળાવીરા સ્થળ આજે એક વિશ્વ પ્રવાસનના આગવું સ્થાન પામ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું. તેમના જન્મદિવસ નિમિતે કચ્છમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને કચ્છના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કચ્છ જિલ્લા માટે નરેન્દ્ર મોદી ફક્ત એક નેતા જ નહીં, એક સંકલ્પ, એક આશા અને એક નવી ઓળખ પણ છે, જેમના કારણે આ રણપ્રદેશ આજે વિકાસની નવી કહાણી લખી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT