ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદે વૃદ્ધનો આપ*ત, પરિવારજનો પર ત્રાસનો આક્ષેપ

વિવાદ / જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદે વૃદ્ધનો આપ*ત, પરિવારજનો પર ત્રાસનો આક્ષેપ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:37 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: જુનાગઢના વંથલી ગામમાં એક વૃદ્ધે જમીન વિવાદમાં આત્મ હત્યા કરી છે. જાણો શું છે સમગ્ર મામલો...

ADVERTISEMENT

Junagadh News: જુનાગઢના વંથલી ગામમાંથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં વંથલીના ગાદોઈ ગામના કરસનભાઇ કટારિયા નામના વ્યક્તિએ આત્મહટ્યા કરતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ જમીનના મુદ્દે ત્રાસી ગયેલા આ વૃદ્ધે આપઘાત કર્યો છે

વધુ મળતી વિગત મુજબ જમીનના 20 વર્ષથી ચાલી આવતા વિવાદને અંતે આખરે કંટાળીને ગાદોઈ ગામના કરસનભાઇ કટારિયાએ આપઘાત કર્યો છે. અઢી વીઘા જમીન માટે તેમના ભાઈ અને તેમના દીકરાઓ દ્વારા માનસિક રીતે હેરાન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. સંબધીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે વૃદ્ધે મોતને ભેટતા મૃતકના દીકરાએ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને જેમાં SRP જવાન સહિત પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.

Junagadh-News

મૃતકના દીકરાની ફરિયાદના પગલે વંથલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ સીમમાં આવેલી ખેતીની જમીન નામે કરવા માટે તેમના ભાઈ અને SRP કર્મચારી સહિત કુલ 5 લોકો તેમને માનસિક ત્રાસ આપી રહ્યા હત અને અંતે કંટાળીને 16 દિવસ પહેલા જ તેમણે પોતાના ઘરમાં જ ગળે ફાંસોખલી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ કરસનભાઇના દીકરા નિલેશભાઈએ કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: નવનીત બાલધિયા કેસમાં તપાસ તેજ, બે PIની પૂછપરછ

vtv app promotion

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કરસનભાઈના દીકરાએ જણાવ્યું હતું કે પિતા કરશનભાઇ અને તેમની 2 બહેનોના નામે વંથલીના ગાદોઈ ગામની સીમમાં સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે જમીન આશરે 20 વર્ષ પહેલા કરશનભાઈએ તેના કાકાના દીકરા દુર્લભભાઈને વાવવા માટે આપી હતી. ત્યારબાદ જ્યારે કરસન ભાઈએ તેમની જમીન પાછી માંગી ત્યારે તેમણે આપવાની ના પાડી દીધી હતી. અને તેમના કાકાના દીકરા આ જમીન તેમણે નામે કરી આપવા માટેકરસંભાઈ પર ખૂબ દબાણ કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેના પગલે તેમણે આપઘાત કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Vanthali case Junagadh News જમીન વિવાદ આપઘાત

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ