ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / નવનીત બાલધિયા કેસમાં તપાસ તેજ, બે PIની પૂછપરછ

ભાવનગર / નવનીત બાલધિયા કેસમાં તપાસ તેજ, બે PIની પૂછપરછ

Published By: Vishal Khamar

Last Updated: 11:49 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર નવનીત બાલધિયા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. 2 પીઆઈની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે.

ADVERTISEMENT

ભાવનગરના બગદાણા કેસમાં આજે એસઆઈટી બે પીઆઈની પૂછપરછ કરશે. પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલની પૂછપરછ કરાશે. એસઆઈટીએ બગદાણાના તત્કાલીન બંનેને સમન્સ પાઠવ્યું હતું. બંને પીઆઈ ભાવનગર IG ઓફિસે હાજર રહ્યા હતા.

બે PI ને સમન્સ પાઠવ્યા

29 ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલો થયો હતો. જેમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બદગાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. બગદાણા મહિલા પીઆઈ ડી.વી. ડાંગરે આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપોને લઈ તાત્કાલીક બદલી કરવામાં આવી હતી. પોલીસ તપાસ યોગ્ય નહી હોવાને લઈ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ હિરા સોલંકી સહિત 15 ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને રજૂઆત હતી. જે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ તપાસ સંભાળ્યા બાદ કેસમાં વધુ બે આરોપીઓને પકડ્યા હતા અને બે પીઆઈને સમન્સ પાઠવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી

SIT ની કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર

SIT ના વડા જયવીર ગઢવી દ્વારા બન્ને અધિકારીઓની કડક અને લાંબી પૂછપરછ કરવામાં આવી રહી છે. સાંજના 5.30 વાગ્યા સુધીમાં પણ પૂછપરછ પૂર્ણ ન થતાં હાલ પણ બન્ને PI ની તપાસ ચાલુ છે. નવનીત બાલધિયા કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વચ્ચે SIT દ્વારા દરેક મુદ્દે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. લાંબી પૂછપરછને કારણે પોલીસ વિભાગમાં તણાવનો માહોલ સર્જાયો છે. કેસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતા છે, ત્યારે SIT ની કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana Navneet Baldhia Case Bhavnagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ