ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી

ગાંધીનગર / ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી

Published By: Vishal Khamar

Last Updated: 10:26 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે કેન્દ્ર સરકારના હવાલે મુકવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી શ્રી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે કેન્દ્ર સરકારના હવાલે મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને Department of Space હેઠળ કાર્યરત IN-SPACe (Indian National Space Promotion and Authorization Center), અમદાવાદ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂક તેઓ પદભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ અથવા આગામી આદેશ આવે ત્યાં સુધી, જે પહેલું થશે તે સમયગાળા માટે રહેશે. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અને નીતિગત અમલીકરણ માટે કાર્યરત IN-SPACe જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં તેમની નિમણૂકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. અનુપમ આનંદે અગાઉ ગુજરાત રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ વહીવટી પદો પર રહીને સેવા આપી છે. તેમની કાર્યક્ષમતા અને પ્રશાસનિક અનુભવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

થોડાક સમય પહેલા રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

  • અગ્ર સચિવ સંજીવ કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં ડો વિક્રાંત પાંડેને મહત્વની જવાબદારી મળી
  • ડો વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવની મળી જવાબદારી
  • ડો વિક્રાંત પાંડેને ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગની જવાબદારી સોંપી
  • અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મુકાયા
  • માર્ગ અને પરિવાહન વિભાગના અગ્ર સચિવ આર સી મિણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે મુકાયા
  • ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશનના MD અરૂણ સોલંકીની બદલી
  • અરુણ કુમાર સોલંકીને અધિક મુખ્ય સચિવ કૃષિ વિભાગમાં મુકાયા
  • ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો અરૂણ કુમાર સોલંકી પાસે રહેશે
  • મુકેશ કુમારની શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી
  • ઉ.શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં મુકેશ કુમારને મુકાયા
  • મિલિંદ તોરવણે અગ્ર સચિવ શિક્ષણ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) તરીકે બદલી
  • અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી થઈ

આ પણ વાંચોઃ આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીની ફાંસીની સજા મુદ્દે Dy. CM હર્ષ સંઘવીનું મોટું નિવેદન

  • મુખ્યમંત્રી કાર્યાલય ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ જીએસપીસી માં એમડી તરીકે બદલી
  • અવંતિકા સિંઘને એમડી જીએસપીસી - એલએનજી તથા એમડી ગુજરાત ગેસની વધારાની જવાબદારી સોંપાઈ
  • સંદીપ કુમારની સચિવ નાણાં વિભાગ ઈકોનોમિક અફેર્સ તરીકે બદલી
  • સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવાનની સચિવ નાણાં વિભાગ (ખર્ચ) તરીકે બદલી
  • જેનુ દેવન ઉર્જા વિકાસ નિગમના એમડીનો વધારાનો ચાર્જ સંભાળશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar IAS Anupam Anand Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ