ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીની ફાંસીની સજા મુદ્દે Dy. CM હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Last Updated: 08:23 PM, 17 January 2026
ADVERTISEMENT
રાજકોટના આટકોટમાં દુષ્કર્મ કેસમાં સજા મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ દિકરીઓ બહેનો પર હુમલો એટલે જીવનનો અંત છે. આટકોટમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજે સજા મળી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ, વકીલો, ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. આ પ્રકારના ગુનામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં પેન્ડીંગ કેસમાં પણ કાર્યવાહી કરાશે. આ ન્યાયથી રાજ્યની બધી માતા-બહેનોને સંતોષ થશે.
ADVERTISEMENT
Rajkot Crime News : રાજકોટના દુષ્કર્મ કેસમાં હવે એક મહત્વપૂર્ણ રાહત મળી છે. વાસ્તવમાં રાજકોટની કોર્ટે દુષ્કર્મના આરોપી રામસિંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી છે. વિગતો મુજબ રાજકોટના આટકોટમાં દુષ્કર્મના આરોપી રામસિંગ ડુડવાને ગણતરીના દિવસોમાં જ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. નોંધનીય છે કે, આ ઇસમે માત્ર 7 વર્ષની બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
ઘટના 4 ડિસેમ્બર 2025ની છે, જ્યારે કાનપર ગામ, આટકોટની એક 7 વર્ષની બાળકીને તેની ભાઈ-બહેનો સાથે ઘરથી બહાર રમતા સમયે રામસિંગ ડુડવાને મોટર સાઇકલ પર બળજબરીથી ખેચી લઇ જતાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. આરોપી એ બાળકીના ગુપ્તાંગોમાં લોખંડનો 5 ઈંચનો સળિયો ભરાવ્યો, જેના પગલે બાળકી અચેત થઈ ગઈ અને ચીસો પાડતી રહી. આ ઘટના સામે આવતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા, પરંતુ આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ તરફ પ્રાથમિક સારવાર માટે બાળકીની સારવાર જસદણ અને પછી રાજકોટની હોસ્પિટલમાં કરવામાં આવી. 8 ડિસેમ્બરના રોજ પોલીસે રામસિંગને શંકાની આધારે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી સ્થળેથી માથાના વાળનો જથ્થો અને લોખંડનો સળિયો પણ જપ્ત કરાયો હતો. આ બધાની વચ્ચે રાજકોટ કોર્ટે ગણતરીના દિવસોમાં આરોપી રામસિંગને દોષી ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.