ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જાફરાબાદમાં ફિલ્મ 'રઈસ' જેવી ઘટના, બુટલેગરોનો દરિયાઈ માર્ગે 9.35 લાખનો દારૂ ઘૂસાડવાનો પ્રયાસ

અમરેલી / જાફરાબાદમાં ફિલ્મ 'રઈસ' જેવી ઘટના, બુટલેગરોનો દરિયાઈ માર્ગે 9.35 લાખનો દારૂ ઘૂસાડવાનો પ્રયાસ

Published By: Priykant Shrimali

Last Updated: 11:26 AM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Liquor Smuggling : જાફરાબાદમાં ફિલ્મ “રઈસ” જેવી દારૂ હેરાફેરી પકડાઈ તો મહીસાગરમાં સ્વીફ્ટ કારમાં દારૂ હેરાફેરી પકડાઈ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Liquor Smuggling : રાજ્યમાં ફરી એકવાર દારૂ ઝડપાયો છે. જોકે આ વખતે બુટલેગરે દારૂ ઘૂસાડવા જે માર્ગનો ઉપયોગ કર્યો તે ખરેખર ચોંકાવનારો છે. વાસ્તવમાં થોડાક વર્ષો પહેલા આવેલ હિન્દી ફિલ્મ રઈસમાં જે રીતે દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવે છે તે રીતે જ બુટલેગરે દારૂની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જોકે મરીન પોલીસે દરિયાઇ જેટી પરથી 9.35 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.

જાણો શું છે સમગ્ર ઘટના ?

મરીન પોલીસના જણાવ્યા મુજબ, કુલ 3,259 બોટલ વિદેશી દારૂ દરિયાઈ માર્ગ દ્વારા લાવવામાં આવી હતી. આ હેરાફેરીમાં દારૂ ભરવા માટે એક બોલેરો કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને દારૂ લાવનાર અને મંગાવનાર ઈસમ અત્યારે ફરાર છે. પોલીસે તપાસ દરમિયાન કુલ 12.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસની કામગીરી ચાલુ છે અને આરોપીઓને ઝડપી પાડવા મરીન પોલીસ દ્વારા ગુરુત્વાકર્ષણ કાર્યરત છે.

મહીસાગરમાં સ્વીફ્ટ કારમાં દારૂ હેરાફેરી પકડાઈ

મહીસાગરમાં એલસીબી પોલીસની તાજેતરની કામગીરીમાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો. ડીટવાસ હદ વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કારની તપાસ દરમિયાન 3.57 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો. પોલીસે પીછો કરીને દારૂ લાવનારા યોગેશ ગોસ્વામી અને વિશ્વજીત રાઠોડ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા. બંને દારૂની હેરાફેરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થયો સિંહ ! ગીરનો Video વાયરલ

આ ઘટના દરમિયાન, એલસીબી પોલીસ દ્વારા કુલ 8.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે, અને દારૂના સ્ત્રોત તથા હેરાફેરીના માર્ગોની તપાસ માટે એલસીબી સક્રિય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jafrabad Smuggling via sea Gujarat Liquor Smuggling

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ