ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થયો સિંહ ! ગીરનો Video વાયરલ

જુનાગઢ / આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થયો સિંહ ! ગીરનો Video વાયરલ

Published By: Priykant Shrimali

Last Updated: 09:59 AM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Lion Fight Video : ગીરના જંગલમાં સિંહ અને સિંહણ વચ્ચે લડાઈના દુર્લભ દ્રશ્યો કેમેરામાં કેદ, અહીં જુઓ Video

ADVERTISEMENT

Gir Lion Fight Video : ગીરના જંગલમાંથી ફરી એક વાર સિંહ-સિંહણનો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં જુનાગઢ નજીક આવેલા ગીરના જંગલમાંથી ફરી એક વખત વન્યજીવનના રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં સિંહ અને સિંહણ વચ્ચે થયેલી આક્રમક લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

સિંહ અને સિંહણ વચ્ચે લડાઈનો વીડિયો વાયરલ

વિગતો મુજબ જંગલના મધ્ય વિસ્તારમાં એક સિંહ પોતાના આધિપત્યને સ્થાપિત કરવા માટે સિંહણ પર હાવી થવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. સિંહ ભયાનક ગર્જના સાથે સિંહણ પર હુમલો કરવા આગળ વધ્યો હતો. જોકે, સિંહણે પણ કોઈ ડર વિના હિંમત દાખવી અને સિંહના હુમલાનો જોરદાર પ્રતિકાર કર્યો.

આ બંને વચ્ચે થતી ગર્જના, હુમલો અને બચાવના દ્રશ્યો ખૂબ જ ઉગ્ર અને કુદરતી લાગતા હતા. સામાન્ય રીતે આવા દ્રશ્યો બહુ ઓછા જોવા મળે છે, તેથી આ વીડિયો દુર્લભ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ફરી એકવાર કચ્છની ધરતી ધ્રુજી, મધરાતે ખાવડા નજીક 4.1 ની તીવ્રતાનો ભૂકંપ

આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. પ્રવાસીઓ માટે આ દ્રશ્યો એક અનોખો અનુભવ બની રહ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગીરના વન્યજીવનની સમૃદ્ધિને ફરી એક વખત માણી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Forest Gir Lion Fight Video Asiatic Lion

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ