ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:19 AM, 17 January 2026
ADVERTISEMENT
Kutch Earthquake : કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ લોકોની ચિંતા વધારી છે. વિગતો મુજબ સરહદી વિસ્તાર ખાવડા નજીક મોડીરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ છે. આ આંચકો રાત્રે લગભગ 1 વાગીને 22 મિનિટે અનુભવાયો હતો, જેના કારણે ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 55 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતાં કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ આંચકાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની માહિતી સામે આવી નથી.

ADVERTISEMENT
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે. ગઈકાલે ભચાઉ અને રાપર પંથકમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. કચ્છ વિસ્તાર ભૂગર્ભીય દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે, ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન આસપાસ વારંવાર ભૂકંપની ઘટનાઓ નોંધાતી રહે છે.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો, કેશોદમાં 8.1 તાપમાન નોંધાયું, 24 કલાકમાં 2થી 3 ડિગ્રી વધશે
ADVERTISEMENT
2001ના વિનાશક ભૂકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કચ્છની ધરા હજુ સંપૂર્ણ શાંત થઈ નથી. સમયાંતરે આવતા હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાઓ લોકોમાં ભયની લાગણી ઉભી કરે છે. સરહદી વિસ્તારોમાં સતત આવી ઘટનાઓને કારણે સ્થાનિક લોકો સતર્કતા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.