ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં ઠંડીનો ચમકારો, કેશોદમાં 8.1 તાપમાન નોંધાયું, 24 કલાકમાં 2થી 3 ડિગ્રી વધશે
Last Updated: 09:00 AM, 17 January 2026
ADVERTISEMENT
Gujarat Winter : રાજ્યના હજી પણ કડકડતી ઠંડીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવાર અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજ્યના 10થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
ADVERTISEMENT
અનેક શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે
વિગતો મુજબ ગત રાત્રે સૌરાષ્ટ્રના કેશોદમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું, જ્યાં પારો 8.1 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. કેશોદ બાદ નલિયા, અમરેલી અને દાહોદ જેવા વિસ્તારોમાં પણ ઠંડીનો ખાસ્સો પ્રભાવ જોવા મળ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
24 કલાકમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં આશરે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમ છતાં વહેલી સવાર અને મોડી રાતે ઠંડી યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટ, વડોદરા અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહ્યું છે. કંડલામાં પણ ઠંડકનો અહેસાસ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
શહેરવાર લઘુતમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ