બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 27 વર્ષ બાદ રંગીલા રાજકોટમાં રમાશે ભારત vs ન્યૂઝીલેન્ડ મેચ, કાળા બજારી કરનારા સાવધાન!

2nd ODI / 27 વર્ષ બાદ રંગીલા રાજકોટમાં રમાશે ભારત vs ન્યૂઝીલેન્ડ મેચ, કાળા બજારી કરનારા સાવધાન!

Vidhata Gothi

Last Updated: 03:30 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ ચાલી રહી છે. ત્યારે આ સીરીઝની બીજી મેચ બુધવારે 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે રાજકોટ પોલીસ અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રાજકોટમાં રમાશે. આ મેચ 14 જાન્યુઆરી 2026, બુધવારે મકર સંક્રાંતિના દિવસે રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 1 વાગ્યે થશે. ત્યારે સૌરાષ્ટ્રના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

મેચને લઈને રાજકોટ જિલ્લા પોલીસે બધી જ તૈયારી કરી લીધી છે. રાજકોટમાં મેચ જોવા આવનાર ક્રિકેટ ચાહકો માટે પોલીસ વ્યવસ્થાથી લઈને પાર્કિંગની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસની તૈયારીઓની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે પંચાયત વિભાગ દ્વારા પાર્કિંગ માટે 7 જગ્યા રાખવામાં આવી છે, 5000 ફોરવ્હીલ અને 5000 ટુ વ્હીલર માટે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગનો ચાર્જ પંચાયત તરફથી વસુલવામાં આવશે.

આ સિવાય ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ પોલીસે જણાવ્યું કે રાજકોટ જામનગર રોડ પર આવતીકાલે ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે. તો નવા 150 ફુટ રોડ અને પડધરીથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. સાથે જ સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ ટિકિટના કાળા બજારી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. એમ પણ જણાવ્યું છે કે ઓનલાઈન ટિકિટ કૌભાંડ કરશે તો પણ કાર્યવાહી થશે.

vtv app promotion

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે માટે કુલ 1200થી વધુ પોલીસ કર્મચારીઓ મેચમાં હાજર રહેશે. સાથે જ 1 SP, 3 ASP, 4 DYSP, 14 PI, 42 PSI, 700થી વધુ પોલીસ બંદોબસ્તમાં હાજર રહેશે. ટીમ ઇન્ડિયા વડોદરામાં પહેલી મેચ જીત્યા પછી આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવા માંગશે, જ્યારે મુલાકાતી ટીમ ન્યુઝીલેન્ડ સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. તેથી આ મેચ રોમાંચક બનવાની સંભાવના છે.

આ પણ વાંચો: ભૂલથી પણ ગુજરાતના આ ગામમાં દારૂ પીતા ઝડપાયા, તો થશે 11 હજારનો દંડ, વેચ્યું તો 21 હજાર

જણાવી દઈએ કે રાજ્કોટનું નિરંજન શાહ સ્ટેડિયમ ખંઢેરી સ્ટેડિયમ તરીકે પણ જાણીતું છે. આ 28,000ની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 2013માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચ હતી. આ પછી તે T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ સ્થળ પણ બન્યું. આ સ્ટેડિયમની સૌથી આકર્ષક વિશેષતા મીડિયા બોક્સ છે, જે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બાલ્કની જેવી ડિઝાઇન કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Police IND vs NZ 2nd ODI Rajkot Khandheri stadium
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ