બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, IMDની ચેતવણી

આગાહી / રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, IMDની ચેતવણી

Priyankka Triveddi

Last Updated: 08:24 AM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચના અંતિમ દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતો માટે ચિંતા વધી છે.

Gujarat weather: ગુજરાતમાં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમીની શરૂઆત વચ્ચે હવે રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આજે 30 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

કયા જિલ્લાઓમાં રહેશે અસર

હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

17 રાજ્યોમાં ચેતવણી

માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના કુલ 17 રાજ્યો માટે ભારે પવન, વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ પવનની ગતિ 60થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ખેડૂતો, મુસાફરો અને ખુલ્લા વિસ્તારમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની છે.

હવામાનમાં બદલાવનું કારણ

હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય થતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે. દેશના વિવિધ ભાગોમાં બનેલી ચક્રવાતી પ્રણાલીઓ અને પવનના દિશામાં આવેલા ફેરફારોને કારણે આ અચાનક હવામાન પલટો આવ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં એકસાથે વરસાદ, જોરદાર પવન અને વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે.

આગળના દિવસોમાં પણ રહેશે અસર

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે માત્ર માર્ચના અંતમાં જ નહીં પરંતુ 2 અને 3 એપ્રિલે પણ રાજ્યમાં ફરી વરસાદની શક્યતા છે. આ સતત બદલાતા હવામાનને કારણે લોકોના દૈનિક જીવન પર અસર પડી શકે છે.

તાપમાનમાં ઘટાડો

આ વરસાદી માહોલને કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. જોકે લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.

ખેડૂતો માટે ચિંતા

આ કમોસમી વરસાદથી ખેતીવાડી ક્ષેત્રમાં ચિંતા વધી છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી ખેતીની વસ્તુઓને બચાવવા માટે ખેડૂતો દોડતા થયા છે. ખાસ કરીને કેરી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ આ બદલાવ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ખાસ કરીને કેસર કેરીના પાક પર તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ભૂકંપ, સૌરાષ્ટ્રમાં 6 દિવસમાં બીજો આંચકો અનુભવાયો

રાજ્યમાં હાલ હવામાન અસ્થિર છે અને આવતા દિવસોમાં પણ આવા ફેરફારો જોવા મળી શકે છે. તેથી લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD alert unseasonal rain Gujarat weather
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ