ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા અને ખેડાના 50થી વધુ લોકો સુરક્ષિત પરત, અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાહત

ગુજરાત / દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા અને ખેડાના 50થી વધુ લોકો સુરક્ષિત પરત, અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાહત

Published By: Priyankka Triveddi

Last Updated: 09:55 AM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટ વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિમાં એલ સારા સમાચાર સામે આવ્યા છે. દુબઈથી ગુજરાતીઓ પોતાના વતન પાછા ફર્યા છે.

ADVERTISEMENT

Gujarat Passengers: સાબરકાંઠા અને ખેડા જિલ્લાના 50થી વધુ લોકો દુબઈમાં ફસાઈ ગયા બાદ હવે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા પરિવારજનો અને સગાસંબંધીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મુસાફરોમાં સાબરકાંઠાના વડાલી વિસ્તારના લક્ષ્મીપુરાકંપા, વડાલી કંપા અને કલોલ કંપાના 20થી વધુ લોકો સામેલ હતા. આ લોકો થોડા દિવસ પહેલાં પ્રવાસ માટે દુબઈ ગયા હતા. બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ વિસ્તારના પણ 30થી વધુ લોકો દુબઈમાં અટવાઈ ગયા હતા.

sabarkantha

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ તમામ મુસાફરોની દુબઈથી ભારત આવવાની ફ્લાઇટ 3 માર્ચની સવારે હતી. પરંતુ અચાનક ફ્લાઇટ રદ થઈ જતા તમામ મુસાફરો દુબઈમાં જ ફસાઈ ગયા હતા. ફ્લાઇટ રદ થવાના કારણે તેમને એકથી વધુ દિવસ સુધી ત્યાં રાહ જોવી પડી હતી. મુસાફરોને રહેવા અને પરત આવવા અંગે શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.

આખરે આજે બીજી વ્યવસ્થા થવાથી તમામ મુસાફરો ભારત પરત ફરવામાં સફળ રહ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ પર પહોંચ્યા બાદ કેટલાક મુસાફરોએ પોતાનો અનુભવ જણાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે ઝડપથી વાયરલ પણ થયો છે.

આ પણ વાંચો: શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે કારખાનામાં વિકરાળ આગ, ફાયર વિભાગનું મેગા ઓપરેશન

Vtv App Promotion

મુસાફરો સુરક્ષિત રીતે પરત ફરતા તેમના પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા દિવસોની ચિંતા બાદ હવે બધા લોકો પોતાના ઘરે પરત ફર્યા હોવાથી ગામ અને પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha, Nadiad Travelers Dubai Flight Gujarat Passengers Sabarkantha Nadiad Travelers

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ