બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન! અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

આગાહી / 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન! અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

Last Updated: 08:52 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 24 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વીજળીના કડાકા અને 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

શિયાળામાં બેવડી ઋતુનો માર પડ્યો અને હવે ભર ઉનાળે પણ ડબલ બેવડી ઋતુ જેવો માહોલ જામ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થયો તો કયાંક માર્કેટમાં તૈયાર પડેલો પાક પલળ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે લોકોને આગાહીના એલર્ટને લઈ મેસેજ પણ આવી રહ્યાં છે.

''60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે''

આગાહીને લઈ આવેલા મેસેજમાં જણાવ્યું છે કે, ''આગામી 24 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વીજળીના કડાકા અને 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે''

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ''હજુ પણ આગામી દિવસમાં પ્રિમોન્સુન એક્ટિવિટી ચાલુ રહેશે તેમજ કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠામાં વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે. 11થી 20મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો 8 જૂનના દરિયામાં પવનોની ફેરબદલી થવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે. બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવના છે''

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Unseasonal Rain Forecast Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ