બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ

ગુડ ન્યૂઝ / વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:45 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલ એટલે કે, 08 મે 2025ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરિણામ જોઈ શકાશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો.10નું આવતીકાલે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ દસનું પરિણામ મુકવામાં આવશે. અત્રે જણાવીએ કે, અંદાજે ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે.

GSSEB

વોટ્સએપ નંબર પરથી પણ જાણી શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ માધ્યમિક શાળાં પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2025ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2025 લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2025 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Class 10 Result Date Class 10 Board Result Class 10 result

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ