બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકોએ કર્યુ સ્વાગત, જુઓ VIDEO

આયોજન / ગાંધીનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકોએ કર્યુ સ્વાગત, જુઓ VIDEO

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:41 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરવાસીઓએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની કર્યું ભવ્ય સ્વાગત, જુઓ PMનો ભવ્યાથીભવ્ય રોડ શો

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગર ખાતે લોકોએ આવકાર્યા છે. રોડ શોમાં દરમિયાન ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું છે.

રોડ શોમાં PM મોદીનું ઝાઝરમાન સ્વાગત

રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત - સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં ગાંધીનગરએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી. રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતીઓ સાવધાન! કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, રિ-એન્ટ્રીથી લોકોમાં ડર

'ઓપરેશન સિંદૂર'ની સફળતાનો માન્યો આભાર

ગાંધીનગરવાસીઓએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar PM Modi Roadshow Gandhinagar PM Modi PM Modi Roadshow

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ