ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'પુલ અચાનક તૂટ્યો અને અમે કૂદી ગયા...' ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોનો આબાદ બચાવ

બચાવ / 'પુલ અચાનક તૂટ્યો અને અમે કૂદી ગયા...' ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોનો આબાદ બચાવ

Last Updated: 05:43 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે બ્રિજના બે કટકા થયા ત્યારે જે જગ્યાથી બ્રિજના બે કટકા થયા, તે જગ્યાથી આગળ જઇ રહેલા વાહનો સ્વભાવિક રીતે જ પાછા પડવાની શરૂઆત થઇ હતી, આ દરમ્યાન એક કારમાં સવાર ચાર લોકો સૂઝ બુઝ વાપરીને કાર પાછી પડીને નદીમાં ખાબકે તે પહેલાજ કારમાંથી છલાંગ લગાવી દીધી હતી

ADVERTISEMENT

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો અને 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ તૂટતાં બે ટ્રક અને એક બોલેરો સહિત ચાર વાહનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ ભયાનક ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયાની વિગતો સામે આવી રહી છે, જ્યારે 8 લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા છે. દુર્ઘટનાને પગલે આ બ્રિજથી થતો આણંદ-વડોદરા-ભરૂચ વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

જો કે બ્રિજના બે કટકા થયા ત્યારે જે જગ્યાથી બ્રિજના બે કટકા થયા, તે જગ્યાથી આગળ જઇ રહેલા વાહનો સ્વભાવિક રીતે જ પાછા પડવાની શરૂઆત થઇ હતી, આ દરમ્યાન એક કારમાં સવાર ત્રણ લોકો સૂઝ બુઝ વાપરીને કાર પાછી પડીને નદીમાં ખાબકે તે પહેલાજ કારમાંથી છલાંગ લગાવી દીધી હતી.. તેમની કારની ની પછીની બધી કાર નદીમાં ખાબકી ચૂકી હતી..અને તેમની કાર છેલ્લી હતી જ્યાં આવીને નદીમાં પડવાનો સિલસિલો અટકતો હતો..પરંતુ કારમાંથી છલાંગ લગાવ્યા બાદ તેમની કાર પણ પાછી પડતા-પડતા નદીમાં ખાબકી ગઇ હતી પરંતુ કારમાં સવાર ત્રણેય લોકોનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચોઃ ગંભીર બ્રિજ દુર્ઘટના: મૃતકોથી લઇને ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય જાહેર, અપાશે આટલા લાખ

આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના દૂઃખદ મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બનતાની સાથે જ મુજપુર અને આસપાસના ગામોના લોકો ટોળેટોળા કરીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેટલાક લોકોએ પોતાની જાતે પણ બચાવ કામગીરીમાં ભાગ લીધો અને નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને લોકોને બચાવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bridge Collapsed in Gujarat Gambhira Bridge News Gambhir Bridge Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ