બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / UPમાં ગેરકાયદે કોડીન સિરપનું ગુજરાત કનેક્શન! હજારો બોટલ જપ્ત, 13 સ્થળોએ દરોડા

કાર્યવાહી / UPમાં ગેરકાયદે કોડીન સિરપનું ગુજરાત કનેક્શન! હજારો બોટલ જપ્ત, 13 સ્થળોએ દરોડા

Priyankka Triveddi

Last Updated: 07:39 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતથી ચાલી રહેલા કોડીન સિરપના ગેરકાયદેસર વેચાણ અને વહનના નેટવર્કનો ખુલાસો થયો છે. આ નેટવર્ક ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે.

Gujarat Codeine Syrup: ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નાર્કોટિક અને કોડીન ધરાવતા કફ સિરપના ગેરકાયદેસર સપ્લાયમાં સંડોવાયેલા નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

સ્થાનિક અને કેન્દ્રિય તપાસ એજન્સીઓએ સંયુક્ત કામગીરી કરી રાજ્યના 13થી વધુ જિલ્લાઓમાં મોટાપાયે દરોડા પાડી ગુનાહિત તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરોડા દરમિયાન કોડીન આધારિત સિરપની હજારો બોટલ જપ્ત કરવામાં આવી છે, જેને બજારમાં નશાની દવાઓ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનરની સીધી દેખરેખ હેઠળ લખનઉ, સીતાપુર અને રાયબરેલી સહિત 13 જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

cough-syrup

13 જિલ્લાઓમાં એક સાથે દરોડા

તપાસ દરમિયાન અનેક દવા કંપનીઓમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં થયેલા દરોડાઓમાં ત્રણ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી, જેમાં મેસર્સ ઇધિકા લાઇફસાયન્સ અને મેસર્સ આર્પિક ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. અહીંથી કોડીન સામેલ કરાયેલ કફ સિરપનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે વિધાન પ્રમાણે ગેરકાયદેસર રીતે એકજ પાર્ટીને મોટી સંખ્યામાં વેચવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ગેરકાયદેસર નેટવર્કનું સંચાલન ગુજરાતમાંથી થાય છે, જ્યાં કંપનીના માલિક મનોહર જયસ્વાલ રહે છે. ગુજરાતની એક દવા ઉત્પાદન કંપની દ્વારા કોડીન-લેસ્ડ કફ સિરપનો મોટાપાયે ઉત્પાદન કરીને લખનઉ સહિત ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવતી હતી. દરોડા દરમિયાન અનેક સ્થળોએ નાર્કોટિક્સ ડ્રગ્સ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરાયા, જ્યારે કેટલીક દવા કંપનીઓ બંધ હાલતમાં મળી આવી. સીતાપુર ખાતે એક મેડિકલ સ્ટોર સીલ પણ કરવામાં આવ્યો હતો.

cough-syrup1

10 મોટી કંપનીઓ તપાસ હેઠળ

10 મોટી કંપનીઓ તપાસ હેઠળ કમિશનરે તપાસ હાથ ધરવા માટે રાજ્યના 13 જિલ્લાઓના ડ્રગ ઇન્સ્પેક્ટરોની સંયુક્ત ટીમ બનાવી. આ ટીમોનું નેતૃત્વ લખનઉ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર (ડ્રગ્સ) બ્રિજેશ કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. લખનઉ, સીતાપુર અને રાયબરેલીમાં, મેસર્સ ઇધિકા લાઇફસાયન્સ, મેસર્સ આર્પિક ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ નૈમિસ ધામ મેડિકલ સ્ટોર (સીતાપુર), મેસર્સ નોવોન લાઇફસાયન્સ, મેસર્સ શુભાષ મેડિકલ એજન્સી, મેસર્સ એમજેએસ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ રિલાયન્સ ફાર્માસ્યુટિકલ્સ, મેસર્સ મેડ્રેટ ફાર્માસ્યુટિકલ્સ, મેસર્સ પલાસ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ શ્રી શ્યામ ફાર્મા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

2600 બોટલ ખરીદીનો રેકોર્ડ

કમિશનરે કડક કાર્યવાહી કરતાં રાજ્યના 13 જિલ્લાઓમાં સંયુક્ત દરોડા હાથ ધરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરોની વિશેષ ટીમોની રચના કરી હતી, જેમાં લખનઉ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર (ડ્રગ્સ) બ્રિજેશ કુમારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ચલાવવામાં આવ્યું. લખનઉ, સીતાપુર અને રાયબરેલી સહિતના વિસ્તારોમાં 10 મોટી દવા કંપનીઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં મેસર્સ ઇધિકા લાઇફસાયન્સ, આર્પિક ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, નૈમિસ ધામ મેડિકલ સ્ટોર (સીતાપુર), નોવોન લાઇફસાયન્સ, શુભાષ મેડિકલ એજન્સી, એમજેએસ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ ફાર્માસ્યુટિકલ્સ, મેડ્રેટ ફાર્માસ્યુટિકલ્સ, પલાસ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી શ્યામ ફાર્મા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જ્યાંથી નશીલી દવાઓ સાથે સંબંધિત દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

cough-syrup-1

સીતાપુરના મેસર્સ નૈમિસ ધામ મેડિકલ સ્ટોરમાંથી કોડીન ધરાવતી 2,600 બોટલની ખરીદીનો રેકોર્ડ મળી આવ્યો હતો, પરંતુ સ્થળ પર ફક્ત 1,000 બોટલ મળી આવી હતી. કંપનીને સ્થળ પર જ સીલ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન ગેરકાયદેસર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થતા અનેક દવા કંપનીઓ બંધ હાલતમાં મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ નગર સ્થિત નોવોન લાઇફસાયન્સિસ અંગે સ્થાનિકોએ જાણકારી આપી હતી કે સ્ટોર ઘણા દિવસોથી ખાલી પડ્યું છે. પલાસ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ પહેલેથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સુભાષ મેડિકલ એજન્સી અંગે તપાસમાં ખુલાસો થયો હતો કે તેણે કોડીન ધરાવતું સિરપ બાલાજી મેડિકલ સ્ટોર અને શ્યામ મેડિકલ એજન્સીને વિતરણ કર્યું હતું. એજન્સીનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને તેનો સંચાલક હાલમાં જેલમાં છે.

વધુ વાંચો: સુરત: મામાએ ભાણેજના 7 ટુકડા કરી ફેંકી દીધા, યુટ્યુબ પર જોયું, પુરાવા કેવી રીતે નાશ કરવા, કેટલી સજા થાય

vtv app promotion

શંકાસ્પદ કંપનીઓની તપાસ ચાલુ છે

ડ્રગ વિભાગના અધિકારીઓએ માહિતી આપી છે કે હાલ તમામ શંકાસ્પદ કંપનીઓ સામે સઘન તપાસ ચાલુ છે અને દરોડા દરમિયાન જપ્ત કરાયેલ દસ્તાવેજો અને રેકોર્ડના આધારે આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલી કોઈપણ પેઢી કે વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. વિભાગે જણાવ્યું છે કે ગેરકાયદેસર ડ્રગ સપ્લાય ચેઇનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Codeine Syrup Raid Drug Supply Illegal Codeine Syrup Network
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ