ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત: મામાએ ભાણેજના 7 ટુકડા કરી ફેંકી દીધા, યુટ્યુબ પર જોયું, પુરાવા કેવી રીતે નાશ કરવા, કેટલી સજા થાય

ક્રાઇમ / સુરત: મામાએ ભાણેજના 7 ટુકડા કરી ફેંકી દીધા, યુટ્યુબ પર જોયું, પુરાવા કેવી રીતે નાશ કરવા, કેટલી સજા થાય

Published By: Vishal Dave

Last Updated: 12:00 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાણેજ આમીર પોતાના રૂમમાં ઊંઘમાં હતો, ત્યારે ઇતિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાંખી

ADVERTISEMENT

આમ તો આપણા સમાજમાં મામા અને ભાણેજના સંબંધને ખૂબ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે એક ભાણેજને જમાડવાથી 100 બ્રાહ્મણોને જમાડ્યા બરોબરનું પુણ્ય મળે છે. પરંતુ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મામા અને ભાણેજના સંબંધને કલંકિત કરી છે. જી હા સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેથી એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળીને સૌ કોઈના રુવાડા ઊભા થઈ જશે. આ ઘટનામાં ખુદ મામા એ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને મામાએ તેના ભાણેજના શરીરના સાત ટુકડા કરી તેને થેલામાં ભરી ખાડીમાં નાખી દીધા

હિસાબોને લઈ બંને વચ્ચે ઝગડાઓ શરૂ થયા હતા

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૃતક ભાણેજ મોહમ્મદ આમીર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે. ભાઠેનામાં શિવ શક્તિ નગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મામા-ભાણેજ ઉધના રોડ નંબર પર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણાં સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો. જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝગડાઓ શરૂ થયા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. જેથી મામાએ સંજય નગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતા ભાણેજે ના પાડી દીધી હતી.. જેને લઇને મામાના મનમાં ગુસ્સો હતો. આખરે તેણે ભાણેજની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો

વજનદાર હથોડી વડે માથામાં ગંભીર ઘા મારીને હત્યા કરી નાંખી

ગત રવિવારની સાંજે ધંધાના સ્થળે જમીને ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો.ડીસીપી કાનન દેસાઈના જણાવ્યા મુજબ, આરોપી મામા મોહમ્મદ ઇતિકારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડયો હતો. જ્યારે ભાણેજ આમીર પોતાના રૂમમાં ઊંઘમાં હતો, ત્યારે ઇતિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાંખી.

મૃતકનો ફોન બંધ આવતા તેના ભાઇએ તપાસ શરૂ કરી

જોકે બે દિવસથી મરનાર મોહમ્મદ આમિર આલમનો ફોન બંધ આવતો હતો જેને લઇ તેના ભાઈ પરવેઝ આલમે ઘરે આવી મામા મોહમ્મદ ઇતિકારને તેના ભાઈ વિશે પૂછ્યું હતું. જેમાં મામાએ વ્યાજના રૂપિયા ને લઈ તે કયાંક ગયો છે અને તેણે ફોન બંધ કરી દીધો છે અને તેણે સંપર્ક ન કરવા માટે કહ્યું છે તેવા જવાબ આપ્યા હતા. જોકે બીજા દિવસે પણ તેનો સંપર્ક ન થતા આખરે તેના ભાઈ પરવેઝ આલમે ઉધના પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ દરમિયાન તેની સાથે રહેતા મામા એ પોલીસ સ્ટેશનના ચક્કરમાં ન પડવા માંગતા હોવાના જવાબ આપતા પોલીસને શંકા ગઈ હતી. અને પોલીસે તેની ઉલટ તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન મામાએ તેના ભાણેજ ની હત્યા કર્યાની કબુલાત કરી દીધી હતી. પોલીસે હત્યા કરનાર મામા મહંમદ ઈતીકારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરતની શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નોનવેજ પાર્ટીનું આયોજન કર્યું, તંત્ર સફાળું જાગ્યું

લાશના પગ-કમરમાંથી છરા વડે 7 ટુકડા કર્યા

આરોપીની પૂછપરછમાં સામે આવેલ હકીકત અંગે DCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીધા હતા. હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના ટુકડા કરી નાંખ્યા હતા. લાશના પગ-કમરમાંથી છરા વડે 7 ટુકડા કર્યા હતા. બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીંઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાંખી દીધા હતા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતુ ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવા નાશ કરી દીધો હતો.ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uncle Attack On Nephew Crime Story Dismembers Body

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ