ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નોનવેજ પાર્ટીનું આયોજન કર્યું, તંત્ર સફાળું જાગ્યું
Last Updated: 10:38 PM, 12 October 2025
ADVERTISEMENT
Non-veg party at a school in Surat : સુરત શહેરની સરકારી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો યોજીને શિક્ષકોએ નોનવેજ પાર્ટી કરી હતી. શિક્ષણના ધામમાં નોનવેજની પાર્ટી કરવાની ઘટનાએ ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિએ ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજ્યો હતો. આ કૃત્ય ખૂબ જ નિંદનીય છે.
ADVERTISEMENT
શાળામાં નોનવેજ પાર્ટીનો કાર્યક્રમ
શાળામાં નોનવેજ પાર્ટી હોવી જ ન જોઈએ અને આવી પાર્ટીને કોઈ પરમિશન આપતું જ નથી. શિક્ષણ સમિતિની પરમિશન વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જો કે શાળાના આચાર્યને ફોન કર્યો ત્યારે માફી પણ માંગી હતી. પરંતુ શાળામાં યોજાયેલો આ કાર્યક્રમ માફીને લાયક નથી. આ બાબતે આવતીકાલે તપાસ કમિટી મોકલવામાં આવશે અને આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે તપાસ કમિટી આચાર્ય પર કેવા પ્રકારના એક્શન લે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : હવામાં ફંગોળાઈને હેલિકોપ્ટર થયું ક્રેશ, દુર્ઘટનાનો ભયાનક વીડિયો આવ્યો સામે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શાળાના સંભારણા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ શાળામાં રાખ્યો હતો. વીડિયોમાં નોનવેજ પીરસાતું સ્પષ્ટ જોવા મળ્યું હતું. આ સમગ્ર વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણતંત્ર હંમેશાની જેમ સફાળું જાગ્યું હતું. શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિવ સામે કડક અને તાત્કાલિક પગલા ભરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ