બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માયાભાઈ આહિરની 'ભૂલ' સુધારનાર બગદાણા સરપંચ નવનીત બાલધિયા પર હુમલો, કહ્યો વિવાદ

ભાવનગર / માયાભાઈ આહિરની 'ભૂલ' સુધારનાર બગદાણા સરપંચ નવનીત બાલધિયા પર હુમલો, કહ્યો વિવાદ

Published By: Vidhata Gothi

Last Updated: 08:43 AM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mayabhai Ahir News: પ્રસિદ્ધ લોકગાયક માયાભાઇ આહીરનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો. વીડિયો અંગે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો.

Bhavnagar News: પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહીરનો 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં ભજનનો કાર્યક્રમ હતો, જેનો એક વીડિયો વાયરલ થયા પછી વિવાદ સર્જાયો છે. એ કાર્યક્રમના વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે આ વાતચીત બાદ માયાભાઈ આહીરે એક માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો સામે આવ્યા પછી માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો.

અજાણ્યા શખ્સોએ નવનીતભાઈ પર કર્યો હુમલો

આ મામલે મળેલી જાણકારી પ્રમાણે, 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરે બગદાણાધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરીને જાહેરાત કરી હતી. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આ ટેલિફોનિક વાત બાદ માયાભાઈ આહીરે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે માફી સાથે વીડિયો વાયરલ કર્યો હતો. માયાભાઈનો વીડિયો બગદાણાના સેવકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ બગદાણાના નવનીતભાઈને ફોન કરીને મળવા બોલાવ્યા, અજાણ્યા શખ્સોએ લાકડી, ધોકા વડે અલગ અલગ 2 વાર હુમલો કર્યો. આ હુમલામાં નવનીતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા પછી તેમને હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. હાલ બગદાણા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે.

vtv app promotion

નવનીતભાઈ બાલધિયાએ જણાવી સમગ્ર ઘટના

નવનીતભાઈ બાલધિયાએ કહ્યું, "બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ સાગર સાથે થોડો વિવાદ ચાલે છે, જેમનો મુંબઈમાં થોડા દિવસ પહેલા ભજન હશે, એમાં માયાભાઈ આહીરે એમ કહેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. હાલમાં બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. મેં આતાને વાત કરી, કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી. તો આતાએ કીધું કે માફીનો વીડિયો મોકલી દઉં છું. મેં આતાને નહોતું કીધું કે તમે મને વીડિયો મોકલો. પણ મને આતાએ મોકલ્યો, એટલે મેં મારા જાયભાઈઓને મોકલી, પછી બીજા દિવસે, એમના દીકરા જયરાજ ભાઈનો ફોન આવ્યો કે તું ક્યાં છે, તને મળવાનું છે. મેં કીધું કે હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. બીજા એક મિત્ર છે, રામભાઈ વાળા, એમને ફોન કર્યો, કે આ કોણ છે, શું છે. રામભાઈએ કહ્યું કે જાયભાઈ છે, કશું નથી. મને બોલાવ્યો, વાતચીત કરી. રાતે આવીને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું, ચાવી કાઢી ગયા. મારા દીકરાનો ફોન આવ્યો કે કોઈ આવું કરીને જતું રહ્યું છે. હું ત્યાં ગયા, પાછળ વર્ના ગાડી લઈને એ લોકો હતા, હું ગયો, તો પછી ગાડી ઊભી રાખીને મને કીધું કે હું કેમ એમની રેકી કરું છું. આટલું બોલીને ધોકા અને પાઇપથી મારીને હાથે પગે બધે ઇજા કરી છે. પછી થોડીવાર રહીને બીજી સ્વિફ્ટ ગાડીમાંથી ચાર લોકો ઉતર્યા અને ધોકા-પાઇપ કાઢીને મને બધી જગ્યાએ માર્યો છે. મને હાથે પગે બધે ફ્રેકચર થઈ ગયું છે. હોસ્પિટલમાં છું. પોલીસને ફરિયાદ આપી છે. મારા બે મોબાઇલ ફોન તોડી નાખ્યા, બાઇક તોડી નાખી, મારી પોલીસને વિનંતી છે કે આની યોગ્ય તપાસ છે."

આ પણ વાંચો: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

માફી માંગીને માયાભાઈ આહીરે શું કહ્યું

માયાભાઇ આહીરે કહ્યું, "તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરે જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારાથી એક જાહેરાત કરાઈ, બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચ શ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોર્યું કે હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે, તો મને ખબર નથી કે કોણ શું છે, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાયો, એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબતે, તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે, એવી આપ બધાને પ્રાર્થના કરું છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana Controversy Navnit Baladhia Mayabhai Ahir

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ