ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

પાટણ / પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

Published By: Priyankka Triveddi

Last Updated: 05:41 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ કોંગ્રેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી ચર્ચા વચ્ચે હવે મામલો થાળે પડ્યો હોય તેવા એંધાણ સામે આવ્યા છે.

ADVERTISEMENT

Patan Congress MLA Kirit Patel: પાટણ કોંગ્રેસ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાત જાણે એમ હતી કે પાટણ કોંગ્રેસના MLA કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી પણ હવે MLA કિરીટ પટેલના બગાવતી સૂર નરમ પડ્યા છે અને ઘીના ઠામમાં ઘી પડે તેવું હાલ લાગી રહ્યું છે.

મૂળ વાત એમ હતી કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ દંડક પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. કિરીટ પટેલ પક્ષમાં પોતાની અવગણનાથી નારાજ ચાલી રહ્યા હતા. તેમજ પાટણમાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખની નિમણૂંકથી પણ તે અસંતુષ્ટ હતા. પટેલે જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક સામે નારાજગી જાહેર કરી હતી અને પક્ષમાં સાચા કાર્યકર્તાઓની કદર ન થતી હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો હતો. વિરોધીઓને પાર્ટીમાં હોદ્દા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો પઆન હવે તેમના સૂર બદલાયા છે. પહેલા જે શિકાયત હતી હવે તે માંગણીઓ મુદ્દે આશ્વાસન મળતા તેઓનું નરમ વલણ સામે આવ્યું છે.

પાટણ કોંગ્રેસના MLA કિરીટ પટેલે પહેલા રાજીનામાંની જાહેરાત કરી હતી પણ પછી તેમના મુદ્દાને આશ્વાસન મળતા તેમણે રાજીનામાં હજુ વાર છે તેમ જણાવીને વાતને ટાળી દીધી હતી. જે જોઈને લાગી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી તેમના મુદ્દાઓ અને માંગણીઓ ધ્યાને લેવાઈ છે અને તેમણે આશ્વાસન આપવામાં આવ્યું છે જેના લીધે હાલ તેઓ પક્ષથી નારાજ પણ નથી અને રાજીનામાં અંગે પણ વાત ઉચ્ચારી રહ્યા નથી.

જો કે વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસ પક્ષને બદલે હવે કિરીટ પટેલે તુષાર ચૌધરી સામે નિશાન ટાંક્યું છે. પટેલે તેમના દંડક પદેથી રાજીનામું ના આપવા મુદ્દે તેમ કહ્યું કે તેમને દંડકનું પદ કોંગ્રેસ પાર્ટી તરફથી મળ્યું હતું નહીં કે તુષાર ચૌધરી તરફથી. આ ઉપરાંત પણ પટેલે જણાવ્યું કે જયા શાહ સાથે મારે કોઈ વાંધો નથી. હાલ તો બધુ જોતાં એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસે હાલ કિરીટ પટેલને તેમની માંગણી મુદ્દે આશ્વાસન આપ્યું છે અને હવે પાટણ કોંગ્રેસમાં બધુ બરાબર છે.

આ પણ વાંચો: સુરતમાં કથાકારની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, 12મા ધોરણમાં ભણતી હતી

Vtv App Promotion

જો કે અગાઉ એવી વાત સામે આવી હતી કે પાટણ જિલ્લામાં ગતરોજ કોંગ્રેસ કાર્યાલયમા નારાજગીને લઈ તાળાબંધી કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કારણ કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ ના પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અનુસૂચિત જાતિ ના પૂર્ણ પ્રમુખ સહિતના કાર્યકરોએ નોઘાવ્યો હતો.વિરોઘ જેના ભાગ રૂપે નવા નિમાયેલા પ્રમુખ જયાબેન સાહે પણ આપી પોતાની પ્રતિક્રિયા જેમાં તેવોએ જણાવ્યું હતુ કે લોકશાહીમા વિરોઘ કરવો એ વ્યાજબી છે. પરંતુ કેવી રીતે કરવોએ સમજ શક્તિનો પરખ છે. એક મહિલા તરીકે મારી અનુસૂચિત જાતિ ના પ્રમુખ તરીકે મારી નિમણુંક કરાઈ છે એ પણ મહિલા સશક્તિ કરણ અભિયાનના ભાગ રૂપે અને વિરોઘમા એક મહિલા તરીકે સ્વીકારવામાં આવે કોઈ નાતી જાતિના વાડામાં ન મુકો જયારે મોવડી મંડળે મને જયારે મુકવામાં આવી છે. ત્યારે વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું છે અને પક્ષ ની વફાદાર તરીકે કામ કર્યું છે પાર્ટી દ્વારા જયારે પણ કોઈ પણ જવાબદારી આપીએ નિષ્ઠાપૂર્વક વિભાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kirit Patel MLA Patan Congress Gujarat Congress

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ