ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત

હવામાન / આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:04 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.

ADVERTISEMENT

રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે. આજે એટલે કે 13મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે.

આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી

કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.

Vtv App Promotion 1

આ પણ વાંચો: ક્રિકેટ મેચ દરમિયાન બની દુર્ઘટના, અમ્પાયરને છાતીમાં બોલ વાગતા થયું મોત

આ વખતે ચોમાસુ વહેલું બેસશે

28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે, અને 25 જૂન થી 5 જૂલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Update Unseasonal Rain Forecast Ambalal Patel Forecast

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ